હિન્દુત્વના મૂળ એજન્ડાથી ભટકી રહ્યો છે સંઘ…..?

0
133
Advertisement
Loading...

એક સમયે હિદુ હિતનો નારો લલકારનાર નેતા ડો.પ્રવિણ તોગડિયાને હવે પોતાની જ સરકાર સામે રામ મંદિર નો મુદ્દો લઇને મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે. 17 એપ્રિલથી તેઓ પોતાના મૂળ વતનમાં જ અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસવાના છે. તેમને જો કે જાહેરમાં ઉપવાસ પર બેસવાની મંજૂરી મળી નથી તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં અનશન શરૂ કરશે. તેમા સમર્થનમાં હાલમાં તો ઘણાં રામ ભક્તો બહાર આવ્યાં છે પરંતુ જેમ જેમ તેમના પર દબાણ વધતુ જશે તેમ તેમ છેલ્લે એકલા તોગડિયા અને જૂજ રામ ભક્તો જ હશે.

રાજકીય બાબતો પર બારીક નજર રાખનારાઓંનું માનવુ છે કે તોગડિયાની આ હાલત બદલ સંઘના નેતાઓ જવાબદાર છે. કેમ કે તેમના મતે સંઘ હવે હિન્દુ હિતને બદલે વડાપ્રધાન મોદીના હિતમાં કામ કરી રહ્યું છે. તોગડિયાની જેમ સંઘના વડા મોહન ભાગવતે મુંબઇ નજીક પાલઘરમાં એમ કહ્યું કે જો રામમંદિર નહી બને તો ભારતની સંસ્કૃતિના મૂળિયા ઉખડી જશે. તો શું રામમંદિરનો મુદ્દો છંછેડવા બદલ ભાગવત સામે તોગડિયાની જેમ કોઇ કાર્યવાહી કરવી જોઇએ કે કેમ, એમ જો કોઇ તોગડિયા સમર્થક રામ ભક્ત કહે તો તેમાં વાંક એ રામભક્તો નહીં પણ તોગડિયાને દૂર કરતી વખતે મૌનીબાબા બનેલા સંઘ નેતાઓનો હશે.

તેઓ એમ પણ કહે છે કે વડાપ્રધાન મોદી કાયમ દાખલો આપે છે કે ગાંધીજીએ એમ કહ્યું હતું કે આઝાદી પછી કોંગ્રેસું વિસર્જન કરી નાખવું જોઇએ. પરંતુ કોંગ્રેસું વિસર્જન તો ના થયું પરંતુ મોદી સંઘનું વિસર્જન કરશે એમ ઘણાંને લાગી રહ્યું છે કેમ કે સંઘના ઘણાં બધા પ્રચારકો હવે મોદીમય બની ગયા છે અને સંઘનો એજન્ડા નાગપૂરથી નહીં પણ દિલ્હીથી નક્કી થઇ રહ્યો હોય તેમ ઘણાંને લાગી રહ્યું છે. એવા સમયે સંઘની વિશ્વનિયતા સામે પણ સવાલ ઉભો થઇ શકે છે.

સંઘું કામ સામાજિક સમરસતું છે. જાતિવાદના ભેદભાવ દૂર કરવાનું પ્રાથમિક કાર્ય છે. પરંતુ તેના બદલે દલિતોને-આદિવાસીઓને અને ઓબીસીને માવવા પ્રયાસો એવા થઇ રહ્યાં છે કે તેમને એક કરવાને બદલે તેમને અલગ અલગ રાજી રાખવા માંગે છે. સંઘ નેતાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ કાયમ એવું કહેતા હતા કે રામ મંદિર અદાલતનો વિષય નથી. રામ મંદિર કરોડો રામ ભક્તો અને હિન્દુઓની આસ્થાનો પ્રશ્ન છે હિદુઓ નક્કી કરશે કે રામ મંદિર ક્યાં બનશે. પરંતુ હવે એવું થઇ રહ્યું છે કે ભાજપ અને સરકાર રામમંદિરનો મામલો અદાલતને સોંપીને પોતાના હાથ અધ્ધર કરવા માંગે છે કે અમે શું કરીએ અમે તો અદાલતના ચુકાદાનું પાલન કરવા માંગીએ છીએ. અને તેથી જ તોગડિયા વારંવાર ભાજપ અને સરકારને યાદ કરાવતાં હતા કે રામ મંદિર અંગે સંસદમાં વચન મુજબ કાયદો બનાવો. કાયદો તો ના બન્યો પણ તોગડિયા ભૂતપૂર્વ બની ગયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here