ભાજપ સરકારની નીતિ અને નિયતથી વાલી-વિદ્યાર્થીઓના હિતની જીત થઇ છે. – શ્રી ભરત પંડ્યા

0
193
The policy of the BJP Government has won the interest of parents and students

ફી વધારનારા સંચાલકોને સાથ આપનારા કોંગ્રસના હાથને ફટકો પડ્યો છે,
વાલી-વિદ્યાર્થીઓના હિતમાં કોંગ્રેસ બેમોઢાની વાત બંધ કરે – શ્રી ભરત પંડ્યા

Advertisement
Loading...

વાલી-વિદ્યાર્થીઓના હિતમાં ચૂકાદો લાવવામાં સફળતા મેળવી તે બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ખૂબ-ખૂબ અભિનંદન

સુપ્રિમ કોર્ટના ફી નિયમન અંગેના ચૂકાદાને આવકારતા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, ભાજપ સરકારની નીતિ અને નિયતથી વાલી-વિદ્યાર્થીઓના હિતની જીત થઇ છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ફી નિયમન કાયદો લાવીને ભાજપ સરકારે વાલી-વિદ્યાર્થીઓના હિતમાં અનેક કાયદાકીય સંઘર્ષ કરીને પણ પોતાની મક્કમ કટિબધ્ધતા દર્શાવી હતી. જ્યારે કોંગ્રેસે વાલી-વિદ્યાર્થીઓની લાગણી વિરૂધ્ધનું પગલું ભર્યું હતું, તેમાં સીધા અને આડકતરા પ્રયાસો કરીને શાળા સંચાલકો વધુ ફી ઉઘરાવી શકે તે સંદર્ભે કોર્ટમાં કેસ લડવા માટેની બ્રીફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ હાથમાં લીધી હતી. કોંગ્રેસનો હાથ એ ફી વધારવાનારા સંચાલકોના સાથમાં રહ્યો હતો એ ગુજરાતની જનતાએ સ્પષ્ટ જોયું છે અને અનુભવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વાવાળી ભાજપ સરકારે તમામ મોરચે સંઘર્ષ કરી અને સતર્કતા દાખવીને વાલી-વિદ્યાર્થીઓના હિતમાં ચૂકાદો લાવવામાં સફળતા મેળવી છે તે બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

ફી વધારનારા સંચાલકોને સાથ આપનારા કોંગ્રસના હાથને ફટકો પડ્યો છે. કોંગ્રસ હવે અફવા, અપપ્રચાર કે ખોટા ઉશ્કેરાટ ફેલાવે નહી અને વાલી-વિદ્યાર્થીઓના હિતમાં બેમોઢાની વાત બંધ કરશે તેવી અપેક્ષા શ્રી પંડ્યાએ વ્યક્ત કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here