ધારાસભ્યે પોતાના ભાઈ સાથે મળીને યુવતી સાથે રેપ કર્યાનો આક્ષેપ, પીડિતાએ શું કર્યું?

0
189
Advertisement
Loading...

ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર એક મહિલાએ સામૂહિક દુષ્કર્મ અને શોષણનો આરોપ લગાવ્યો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ધારાસભ્ય પર લાગેલા દુષ્કર્મના આરોપોથી હડકંપ મચી ગયો છે. લખનઉમાં મુખ્યપ્રધાન આવાસ બહાર પીડિત મહિલા અને તેના પરિવારજનોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

તેમનો આરોપ છે કે ભાજપના નેતા કુલદીપસિંહ અને તેમના સાથીઓએ મહિલા પર દુષ્કર્મ આચર્યુ. અને તેની ફરિયાદ કરવા છતાંય કોઈ કાર્યવાહી કરાઈ નથી. પીડિત મહિલાએ તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી. મહિલાએ આરોપ કર્યો કે મુખ્યપ્રધાન સુધી ગયા હોવા છતાં તેની વાત ધ્યાને ન લેવાઈ. અને એફઆઈઆર કરી તો ધમકીઓ મળવા લાગી.

પીડિતા અનુસાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતાં આરીપોઓ દ્વારા દ્વારા તેને ડરાવવા અને ધમકાવવામાં આવી હતી. આ મુદ્દે એડીજી લખનઉ રાજીવ કૃષ્ણનું કહેવું છે કે, કેસને લખનઉ સ્થાનાંતરિક કરી દેવામાં આવ્યા છે. એડીજીએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે બંન્ને પક્ષો વચ્ચે 10-12 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. એડીજીએ હાલ તો પીડિતાનાં પરિવારની મુલાકાત લઇને યોગ્ય કાર્યવાહીનુ આશ્વાસન આપ્યું છે.

આ મુદ્દે બાંગરમઉથી આરોપી ભાજપનાં ધારાસભ્યનું કહેવું છે કે સ્ક્રિપ્ટ મહિલાનાં પરિવારે ત્રણ દિવસ પહેલા ઉન્નાવમાં રચી હતી. 2002ની ચૂંટણીમાં જ્યારે તે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એક કિશોરનું અપહરણ થયું ત્યારે પણ મારા પર આરોપ લગાવવામાં આવ્યા હતા. જેમાં બે નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા હતા, પોલીસે આ મુદ્દે તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે આ લોકોને લાગ્યું કે મે તે લોકોની મદદ કરી છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, હા હું આખા જિલ્લાનાં નિર્દોષ લોકોની મદદ કરૂ છું.

સેંગરે કહ્યું કે, આ લોકોએ સોશ્યલ માધ્યમોથી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તમામ સરકારી તંત્રમાં મારી વિરુદ્ધ ફરિયાદ કરી. ગત્ત બે દિવસો તેનાં પરિવારનાં ઝગડામાં પણ મારૂ નામ ઉછાળવામાં આવ્યું છે. હવે આ મુદ્દે પોલીસ તપાસ પણ થઇ ચુકી છે. હવે છેલ્લું હથિયાર બાકી હતું તો તેણે મારા પર બળાત્કારનો આરોપ લગાવીને સીએમ આવાસની બહાર આત્મહત્યાનું નાટક પણ કરી નાખ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here