પતિએ યુવતીની છાતી પર ચાકુથી ‘S’ કોતર્યો, સાથળ પર ઈસ્ત્રી ચાંપી ને પછી શું થયું…

0
1476
Advertisement
Loading...

વડોદરાના ન્યુ સમા રોડ પર શાંતિનગરમાં રહેતી યુવાન પરિણીતાની શરીર પર પતિએ ચપ્પુથી પોતાના નામનો પહેલો અક્ષર અંગ્રેજીમાં લખવાની સાથે સાથળ પર ઈસ્ત્રીથી ડામ આપ્યા હતા. પોલીસે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારનાર પતિ અને તેના ઘરના સભ્યો વિરુદ્વ કાર્યવાહી શરૂ કરી છે.

પતિની હેવાનિયતનો ભોગ બનેલી યુવતીનો વાંક એટલો જ હતો કે તે સાસરિયાની દહેજની માંગણીને તાબે થઈ ન હતી. પોલીસે પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજારનાર પતિ અને તેના ઘરના સભ્યો વિરુદ્વ કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટના વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મૂળ જોધપુરની અને હાલ ન્યુ સમા રોડના શાંતિનગરમાં રહેતી મંજુ સુથારે બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તેના લગ્ન ડિસેમ્બર – 2016માં એમએસસી થયેલા સંતોષ હીરાલાલ સુથાર સાથે થયા હતા. લગ્ન વખતે સાસરિયાઓએ કરિયારવરની સાથે જમાઈ સંતોષને કાર પણ આપી હતી. પરંતુ સંતોષ અને તેના ઘરના સભ્યોએ વધુ દહેજની માંગણી કરી હતી મંજુને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ઘણીવાર સંતોષ ચારિત્ર્ય અંગે પણ શંકા રાખીને પત્નીને માર મારતો હતો. તેમજ પિયરમાં જાણ કરીશ તો મારી નાંખીશ તેવી ધમકીઓ પણ આપતો હતો. આખરે મંજુએ કંટાળીને તેના માતા-પિતાને વાત કરતાં તેઓ પુત્રીને લેવા આવવાના હતા. જેની જાણ સંતોષને થતાં તેણે ઉશ્કેરાઈને પત્નીને ગુપ્ત જગ્યાએ લાતો મારી હતી.

મંજુએ આક્ષેપ કર્યો હતો કે, મારા પતિ સંતોષે ચાકુથી મારી છાતીના ભાગે પોતાના નામનો એસ પણ લખ્યો હતો. તેમજ ગરમ ઈસ્ત્રીથી સાથળના ભાગે ડામ આપ્યા હતા. પુત્રી મંજુની તબિયત લથડતાં માતા-પિતા તેને પુનાથી વડોદરા લઈ આવ્યા હતા.

મંજુની હાલત જોઈ દ્રવી ઉઠેલા પિતાએ તેને તાત્કાલીક રેસકોર્સ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ મંજુ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પોલીસે તેનું નિવેદન પણ લીધું હતું. સમા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here