હાર્દિક પટેલના સમર્થનમાં છ પાટીદારોએ મુંડન કરાવી સરકારનો કર્યો વિરોધ

0
124
Advertisement
Loading...

પાસના સુપ્રીમો હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના છઠ્ઠા દિવસે પાસના સમર્થકો આકરું વલણ અપનાવી રહ્યા છે. કેટલાક પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા માથે મુંડન કરાવ્યું છે. અમદાવાદમાં હાર્દિકના ઘરે હાજર છ જેટલા પાટીદારોએ માથે મુંડન કરાવી સરકારના વલણનો વિરોધ કર્યો.

નોધનીય છે કે અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને રાજ્યભરમાં સમર્થન કરીને જુદા જુદા કાર્યક્રમોં આપીને સરકારનો વિરોધ કરી રહ્યાં છે રાજકોટના પડધરીમાં પાસના આગેવાનોએ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પાસના આગેવાનોએ ખેડૂતોનું દેવુ અને પાટીદારોને અનામત આપવા માટે માગ કરી. હાર્દિક પટેલના આંદોલનને અકિલા સરકાર દ્વારા તોડી પાડવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. ભાવનગરના શિહોરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાસના કાર્યકરોએ ઉપવાસ શરૂ કર્યા છે.

શિહોરના સુરકા ગામે 150થી વધુ લોકો અચોક્કસ મુદતના ઉપવાસ પર અકીલા બેઠા છે. જેમાં કેશુ ભગત નામના વ્યક્તિએ અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. મહિલાઓએ થાળી નાદ કરીને સમર્થન આપ્યું છે. તો ભેંસાણમાં પાટીદાર સમાજે કલેકટરને આવેદન આપીને રજૂઆત કરી. જામનગર પાસના સભ્યો અને પાટીદાર સમાજના લોકોએ ગોકુલ નગર નજીક ઉમા ખોડલ માતાજીના મંદિર પરિસરમાં ઉપવાસ પર બેઠા હતા .

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here