મહેસાણા: ફ્લેટમાં પિતા-પુત્ર ચલાવતા હતા સેક્સ રેકેટ, બહારથી લવાતી હતી યુવતીઓ

0
3705
Advertisement
Loading...

મહેસાણા શહેરના ઉર્વિ ફ્લેટમાંથી પોલીસની રેડ દરમિયાન અનૈતિક ધામ ઝડપાતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા મુજબ ફ્લેટની બિલ્ડીંગના એક મકાનમાં પિતા-પુત્ર બંને મળી બહારથી છોકરીઓ અને ગ્રાહકો બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી આ કિસ્સાની વિગતો મુજબ મહેસાણાના બી.કે.સિનેમા નજીક આવેલા ઉર્વિ ફ્લેટમાંથી બી-ડીવીજનના પીઆઈ એ.પી.વાળંદ અને તેમની ટીમની રેડ દરમિયાન અનૈતિક ધામ ઝડપાતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે રેડ પાડતા ફ્લેટના તમામ લોકો બહાર દોડી આવ્યા હતાં.

ઉર્વિ ફ્લેટમાં રહેતા સોલંકી રમેશ હસમુખભાઈ અને તેમનો દીકરો પ્રદીપ રમેશભાઈ સોલંકી દેહવિક્રયના ધંધા માટે બહારથી છોકરીઓ અને ગ્રાહકો બોલાવીને નાણાં મેળવી દેહવિક્રયનો ધંધો ચલાવતા હતા.

જોકે ફ્લેટમાં રહેતા લોકોએ રમેશભાઈ સોલંકીને ઘણીવાર કહ્યું કે આ બધું તમે બંધ કરી દો જોકે રમેશભાઈએ આ દેહવિક્રયનો ધંધો બંધ કરતા નહોતા.

મહેસાણામાં બીકે રોડ પર આવેલા ઉર્વિ ફ્લેટમાં ચાલતા દેહવેપારના ધંધા પર મહેસાણા પોલીસે રેડ પાડીને પિતા-પુત્રની ધરપકડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે ત્રણ રૂપલલનાઓની ધરપકડ કરી હતી. ફ્લેટમાં ચાલતાં સેક્સ રેકેટ વિશે કોઈએ પોલીસને બાતમી આપી હતી ત્યાર બાદ પોલીસે મહેસાણાના ઉર્વિ ફ્લેટમાં રેડ પાડી હતી જેના કારણે ફ્લેટના તમામ લોકો બહાર દોડી આવ્યા હતાં.

રેડ દરમિયાન બંને પિતા-પુત્ર બહારથી બોલાવેલી ૩ મહિલાઓ સાથે પોલીસની રેડ દરમિયાન ઝડપાઈ હતી. આ અંગે પીએસઆઈ ડાભાણીએ જાતે ફરિયાદી બની બી-ડીવીજન પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા બી-ડીવીજનના પીઆઈ પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે પરંતુ તેમના પીએસઓ તેમની આ કામગીરીની વિગત નહીં આપીને ઢાંકપિછોડો કરતા જણાયા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here