સગા દીકરા સાથે માતાના આડાસંબંધની પિતાને ગઈ શંકા, જાણો પછી શું આવ્યો અંજામ?

0
1285
the-father-of-the-mothers-relation-with-the-son-was-suspicious-know-what-happened-next6
Advertisement
Loading...

ધોરાજી: ધોરાજીના રસુલપરા ઈદગાહ દરગાહ પાસે દંપતીનો ગળાફાંસો ખાધેલ હાલતમાં તેમજ યુવાન પુત્ર પણ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસમાં નોંધાયેલી ફરીયાદ મુજબ પત્નીના આડા સંબંધની પતિને શંકા જતાં પત્નીનું ઢીમ ઢાળીને પુત્રની હત્યા કરવાની કોશિશ કરી હતી. ત્યાર બાદમાં તેણે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ધોરાજીના રસૂલપરા ઈદગાહ દરગાહ પાસે મુસ્લિમ દંપતીના મૃતદેહ તથા દંપતીનો યુવાન પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોવાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં.

આ બનાવ અગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ નિજામ ઉર્ફે મૂનો વલી નૂર મામદ (ઉ. 46) તેની પત્ની ઝૂબેદા (ઉ. 45)ના હોવાનું ખુલતાં પોલીસે મૃતદેહનો કબ્જો લઇને મોતનું કારણ જાણવા માટે પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ મૃતક દંપતીનો યુવાન પુત્ર નવાઝ (ઉ. 20)ને સારવારમાં ખસેડાયો છે. આ બનાવ અંગે ફરીયાદી મુમતાઝબેન પપૂભાઈ સંધી ફરીયાદ પરથી આરોપી મૃતક નિજામ ઉર્ફે મૂનો વલી નૂર મામદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે જણાવ્યું છે કે, ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર આરોપી નિઝામ વલી નૂર મામદ સંધીએ પોતાની પત્ની ઝૂબેદા પર આડાસંબંધોના વહેમો કરીને ગૃહ કંકાસ કરીને જૂબેદાબેનને પથ્થર મારી ઈજા કરી ગળેફાંસો આપીને હત્યા કરીને પુત્ર નવાઝની હત્યા કરવાંના ઈરાદે પથ્થર મારીને ગંભીર ઈજા પહોંચાડી છે. ત્યાર બાદ તેણે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

Source : abpasmita

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here