ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની શાળાઓની હાલત બદતર.

0
178
The condition of schools in rural and tribal areas of Gujarat is poor
Advertisement
Loading...

(GNS) પંચમહાલ,સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં તમામ બાળકોને ઉચ્ચ ગુણવતા યુક્ત પ્રાથમિક શિક્ષણ આપવાના દાવાઓ તો કરે છે. પરંતુ પંચમહાલ જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓના અભાવે સરકારના દાવાઓની પોલ ખોલી નાંખી છે. પંચમહાલના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની પ્રાથમિક શાળાઓની બદતર હાલત વચ્ચે બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ. ગોધરાના હરકુંડી ગામની ધરમપુરી પ્રાથમિક શાળાના ઓરડા બહારની છતના પોપડા ખરી પડ્યા છે અને શાળાના જર્જરિત ઓરડાઓને તોડવાની મંજૂરી મળી ગઇ હોવા છતાં આજ દિન સુધી આ ઓરડાઓને તોડવામાં આવ્યા નથી. બાળકો અત્યાર સુધી જીવના જોખમે શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ હવે પોપડા ખર્યા બાદ ગામના એક આગેવાનના ઘરે નીચે બેસાડીને તમામ વિદ્યાર્થીઓને એક સાથે જ શિક્ષણ અપાઇ રહ્યું છે.

બીજી તરફ મોરવાહડફના કડાદરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ ઓરડા બહારની છતના સિમેન્ટના પતરા તૂટી પડ્યા હતા. જે પતરા હજુ પણ છત પર નાંખવામાં આવ્યા નથી. જુના અને જર્જરિત બની ગયેલી શાળાઓના નવીન બાંધકામ કે સમારકામ માટે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમ છતાં શાળાઓનું સમારકામ થતું હોવાનો દાવો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. અને જર્જરિત ઓરડાનો દોષ આચાર્ય પર ઢોળી રહ્યું છે. એક તરફ શિક્ષણ વિભાગ બાળકોને શિક્ષણ આપવા અને તેનું સ્તર સુધારવા કરોડોના ખર્ચે યોજનાઓ બનાવે છે. પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં અનેક બાળકો શાળાઓ વગર જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here