કરોડોના ખર્ચે બનેલા બીઆરટીએસ રૂટ પર બિંદાસ્ત ફરે છે રખડતા ઢોર.

0
195
The BRTS track, which spans millions of villagers
Advertisement
Loading...

(જી.એન.એસ)સુરત, સુરત મ્યુનિ. તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બીઆરટીએસ રૂટ પર ન્યુસન્સનું પ્રમાણ વધતા ગંદકી સાથે અકસ્માતનો ભય સતત તોળાતો હોવા છતાં મ્યુનિ. તંત્ર મૌન બની ગયું છે. તંત્ર લાચાર હોવાથી બીઆરટીએસના કામરેજ રૂટ પર લસકાણા ખાતે રૂટની બાજુમાં બનાવેલી પાળી પર લોકો છાણાં થાપે છે. જ્યારે કતારગામ અને વરાછા ઝોન વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર રખડતા ઢોર બિંદાસ્ત ફરી રહ્યાં છે. સુરત મ્યુનિ.એ શહેરની સામુહિક પરિવહન સેવાને વધુ અસરકારક બનાવવા ામટે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટીસએ રૃટ બનાવવામાં આવ્યા છે.

કરોડો રૂપિયા ખર્ચીને બીઆરટીએસના રૃટ બનાવ્યા હોવા છતાં યોગ્ય જાળવણી ન થતાં બીઆટીએસ રૃટ જોખમી બની રહ્યો છે. રૃટ પર ખાનગી વાહનો દોડતા રોકવામા તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. તો બીજી તરફકામરેજ રૃટ પર આવેલા લસકાણા ખાતે બીઆરટીએસની ગ્રીલ-ડિવાઈડરનો ઉપયોગ છાણાં થાપવા માટે થઈ રહ્યો છે. રૃટ પર છાણાંના કારણે ગંદકી દેખાઈ રહી છે પણ લાચાર તંત્ર કોઈ કામગીરી કરી શકતું નથી. કતારગામ, વરાછા,ડભોલી વિસ્તારના બીઆરટીએસ રૃટની હાલત એવી છે દિવસમાં અનેક વખત રૃટમાં રખડતા ઢોર ધુસી જાય છે.

ઘણી વખત બસના ડ્રાઈવરે ઉતરીને ઢોર ભગાડવા પડે છે. માર્કેટ વિભાગની નબળી કામગીરીના કારણે શહેરના બીઆરટીએસ રૃટ ઉપરાંત અન્ય જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આમ બીઆરટીએસ રૃટમાં કરોડો રૃપિયાનો ધુમાડો કરાયો હોવા છતાં તંત્રની બેદકારી કે લાચારીના કારણે રખડતા ઢોર અને છાણાંની ગંદકી દુર થઈ શકતી નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here