સગા બાપે ફેંકી દીધેલા દીકરાનો મૃતદેહ 10માં દિવસે મળ્યો, અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું

0
4141
Advertisement
Loading...

બારડોલીના વણેસા ગામે સગા બાપે જ પોતાના જ દિકરા નિવને મીંઢોળા નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા.

નદી,ખેતરથી દરિયા સુધી થઈ તપાસ

નિવ પ્રકરણમાં બાપ નિશિત પોલીસને વારંવાર નિવેદનો બદલતો હોવાથી એક એવી પણ આશંકા ચાલતી કે તેણે બાળકને નદીમાં ફેંક્યો જ નહી હોય જો કે, મૃતદેહ મળતા તમામ આશંકાઓનો અંત આવી ગયો છે. નિશિત પાસે ત્રણ વાર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું. અને ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

સગા બાપે નદીમાં ફેંકી દીધેલા દીકરાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં 10માં દિવસે મળ્યો

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here