બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગની પડખે ઉભી રહેતી ભાજપા સરકાર

0
190
The BJP government, which stands in front of the poor and the middle class in the budget,

‘મોદી કેયર – પબ્લીક હેલ્થ ઇઝ વેલ્થ’’ ના મંત્ર સાથે ૫૦ કરોડ લોકોને મેડીકલ સુરક્ષા કવચ.

સર્વસ્પર્શી – સર્વવ્યાપી દરેક વર્ગ-ક્ષેત્ર અને વિસ્તારને આવરી લેતું આવકારદાયક, લાભદાયક, સુખદાયક બજેટ

રોજગાર વર્ધક – કિસાન હિતકારી અને મહિલા સશક્તિકરણને મહત્વ આપતા બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગની પડખે ઉભી રહેતી ભાજપા સરકાર

Advertisement
Loading...

ભાજપ પ્રદેશ પ્રવક્તાશ્રીએ જણાવ્યું હતુ કે, ૨૦૧૮નું આમ બજેટ એ સર્વસ્પર્ષી – સર્વવ્યાપી દરેક વર્ગ-ક્ષેત્ર અને વિસ્તારને આવરી લેતું લાભદાયક-સુખદાયક અને આવકારદાયક બજેટ છે. બજેટની જોગવાઇઓના કારણે દેશનું અર્થતંત્ર વેગવંતુ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના Pro-poor, Pro-farmer, Pro-employment, Pro-village અભિગમને કારણે આજે દેશ માન-સન્માન અને ગૌરવ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રી અરૂણ જેટલીજીને ઐતિહાસિક બજેટ માટે લાખ-લાખ અભિનંદન પાઠવ્યા હતા.

‘‘મોદી કેયર – પબ્લીક હેલ્થ ઇઝ વેલ્થ’’ના મંત્ર સાથે દેશના ૫૦ કરોડ લોકોને પાંચ લાખ રૂપિયાનો વીમા કવચ આપીને સરકારે લોકોની આરોગ્ય જાળવણી અંગેની ચિંતા દૂર કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. ભાજપાની કેન્દ્ર સરકાર એ સંવેદનશીલ સરકાર છે તે પ્રતિબિંબિત થાય છે. મુદ્રા યોજના અંતર્ગત ૩ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે જેના થકી સ્વરોજગારીના નવા અવસરો પેદા થશે અને ૭૦ લાખ નવી રોજગારીઓના અવસરો પેદા કરીને સરકારે દેશના યુવાનોને રોજગારી આપવાની પોતાની કટિબધ્ધતા દર્શાવી છે.

રોજગાર વર્ધક – કિસાન હિતકારી અને મહિલા સશક્તિકરણને મહત્વ આપતું બજેટ છે, ભાજપા સરકારે ફરી એક વખત ગરીબ અને મધ્યમ વર્ગની પડખે ઉભી રહેવાની પ્રતિતિ કરાવી છે. ગરીબ, ખેડૂત અને ગામડાને મહત્વ આપવામાં આવ્યું છે, ૮ કરોડ મહિલાને ગેસ કનેક્શન આપવાની વાત હોય, ૦૨ કરોડ નવા શૌચાલયના નિર્માણની વાત હોય, ૪ કરોડ પરિવારોને નવા વીજજોડાણની વાત હોય, ગ્રામ્ય વિસ્તારમાં નવા ૫૧ લાખ ઘર બનાવવાની વાત હોય, ૧૦૦ નવા સ્માર્ટ સીટી બનાવવાની વાત હોય, ૫ લાખ નવા બ્રોડબેન્ડ કનેક્શન આપવાની વાત હોય, કૃષિ ઉત્પાદનના ભાવમાં મીનીમમ સપોર્ટ પ્રાઇઝની વાત હોય, ઓપરેશન ગ્રીન અંતર્ગત ખેડૂત ઉત્પાદનને મુલ્યવર્ધીત કરવાની વાત હોય, ૭૦૦ જીલ્લાઓમાં ૨૨,૦૦૦ ગ્રામીણ ઉત્પાદન વ્યાપાર કેન્દ્રો ખોલવાની વાત હોય, સરકારે દરેક મોરચે પ્રતિબધ્ધતાથી આગળ વધી રહી છે.

વધુમાં જણાવ્યું હતુ કે, ભારતમાલા, સાગરમાલા પ્રોજેક્ટ થકી દેશનું આંતરિક પરિવહન જોડાણ મજબૂત અને ઝડપી બનશે જેથી વિકાસની ગતિ તેજ બનશે. ૩ લાખ કિલોમીટર સડકનું નિર્માણ કાર્ય, ૬૦૦ રેલ્વે સ્ટેશનોનું આધુનિકરણ, ૧૬ નવા એરપોર્ટો બનાવી પરિવહનને ઝડપી બનાવાશે.

અંતમાં જણાવ્યું હતુ કે, સરકારે ગામડા અને ખડૂતને સુખી-સમૃધ્ધ કરવા માટેના કરેલા નિર્ણયો અભિનંદનીય છે. આમ, દેશનું અર્થતંત્ર મજબૂત થશે. ગરીબ, ખેડૂત, ગામડું સમૃધ્ધ થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here