ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વિરોધ કરવા ૧૨ માર્ચથી દાંડી સુધીની કૂચનો પ્રારંભ

0
195
The beginning of the Dandi March from March 12 to protest the electronic voting machine
Advertisement
Loading...

(GNS) અમદાવાદ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગરબડ થઈ શકતી હોવાથી તેના થકી દેશની ચૂંટણી યોજવાનું બંધ કરવાની માગણી સાથે આગામી બારમી માર્ચથી અમદાવાદથી દાંડી સુધીની કૂચ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. સોમવારે અમદાવાદમાં શાહીબાગ ખાતે મળેલી સમાજના જાગૃત નાગરિકોની બેઠકમાં દાંડી સુધીની કૂચ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ ઈવીએમને મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધમાં શેરીઓમાં ઉતરી આવવાની તૈયારીઓ થવા માંડી છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષાથી વિપરીત આવ્યા હોવાથી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનનો ઉપયોગ કરવાને મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઇવીએમમાં ગરબડ થવાની સંભાવના રહેતી હોવાથી તેમણે બેલેટ પેપરનો જ ચૂંટણીમાં ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો અને સરકારને તે માટે ફરજ પાડવાનો નિર્ણય કર્યો છે.

ગોધરાના હરેશ ભટ્ટ અને મહેસાણાથી વિધાનસભાની ચૂંટણી લડેલા જીવાભાઈ તથા દિનેશ પરમાર સહિતના નેતાઓ ઉપરાંત જુદી જુદી સામાજિક સંસ્થાઓના વડાઓએ સોમવારની બેઠકમાં ભાગ લીધો હતો. અંદાજે ૨૦ જેટલા નેતાઓએ તેમાં ભાગ લઈને આગામી ચૂંટણી સુધીમાં ઈવીએમને નાબૂદ કરાવી દઈને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની વર્તમાન સરકારને ફરજ પાડવાનો નિર્ણય કર્યો છે. ઈવીએમનો દુરુપયોગ કરીને સરકાર લોકતંત્રનો કચ્ચરઘાણ કાઢી રહી હોવાનું તેમનું માનવું છે. લોકતંત્રને બચાવવા માટે ઇવીએમ-ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવવા હવે અનિવાર્ય બની ગયા છે. ચૂંટણી પંચનું વલણ પણ આશંકા જાય તેવું હોવાની બાબતનો સોમવારે મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના પરિણામો શંકાસ્પદ હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here