છોકરીઓના સ્ત્રી બીજ ડોનેટ કરાવીને રૂપિયા કમાતી મુખ્ય મહિલા આરોપીની ધરપકડ

0
210
The arrest of the main woman accused of earning money by donating girls' female seed to the donor
Advertisement
Loading...

(જી.એન.એસ) અમદાવાદ અમદાવાદમાં સ્ત્રી બીજ દાન કરીને રુપિયા કમાવવાની લાલચ આપી એક મહિલા હોમગાર્ડને પારાવાર શારીરિક ત્રાસ આપી મોત નિપજાવવાના કેસમાં એક ડૉકટરની રામોલ પોલીસે ધરપકડ કરી છે. રામોલ પોલીસે બે ડૉકટર, એજન્ટો સહિત અડધો ડઝન શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રામોલ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય એજન્ટ એવી ખુશ્બુને પોલીસે ઝડપી પાડી છે. અનેક છોકરીઓને સ્ત્રી બીજ માટે ખુશ્બુ લઇ જતી હોવાનો ખુલાસો થયો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે છોકરીઓને રૂપિયાની લાલચ આપીને સ્ત્રી બીજ ડોનેટ કરવા માટે ખુશ્બુ લઇ જતી હતી. સ્ત્રી બીજ ડોનેટ થયા બાદ ખુશ્બુને કમિશન મળતું હતું. કમિશન મેળવવાની લાલશમાં ખુશ્બુએ અનેક સ્ત્રીઓની જિંદગીઓ બરબાદ કરી હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસ તપાસ બાદ અન્ય આરોપીઓની પણ પોલીસ ધરપકડ કરી શકે છે.

બાપુનગર પોલીસ સ્ટેશન સામે રહેતા ભાવેશભાઈ સુરેશભાઈ પરમારે (ઉ.૨૯) વસ્ત્રાલ પુષ્પ કોમ્પલેક્ષમાં દવાખાનું ધરાવતા ડૉ. પિયુષ પટેલ, ડૉ. નિર્સગ પટેલ, નીકી, પિન્કી અને એજન્ટ ખૂશ્બુ પરમાર તથા વનીતા સામે ફરિયાદ નોંધાવી છે. ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ડાયવોર્સી બહેન સોનલબહેન ચાર વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરતા હતા.

સોનલબહેનને સ્ત્રી બીજ દાનના નામે રૂપિયાની લાલચ આપી ખૂશ્બુ પરમાર અને વનીતા નામની એજન્ટ પિયુષ અને નિસર્ગની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સ્ત્રી બીજ દાન માટે વડોદરા તેમજ કાનપુર સહિતના શહેરોમાં લઈ ગયા હતા. ઓપરેશન દરમિયાન તબિયત લથડતા તેમને આડેધડ દવા અને ઈન્જેકશનો અપાતા સોનલબહેનની કિડનીઓ ફેઈલ થઈ જતા મોત નિપજયું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here