“વિકાસ ગાંડો થયો છે”નું સુત્ર આપનારને પાસની બેઠકથી દૂર રખાતા શું થયું ?

0
247
Advertisement
Loading...

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનનની પાસ સમિતિમાં વારંવાર વિવાદ સામે આવે છે. ત્યારે ફરી એકવાર પાસમાં આંતરિક વિવાદ બહાર આવ્યો છે. પાસની બેઠક યોજાઈ હતી જેમાં મહત્વના કાર્યકરોને દૂર રખાયા હોવાનો વિવાદ થયો છે. સોશિયલ મીડિયા અંગેની બેઠક મળી હતી. તેમાં અમૂક કાર્યકરોને દૂર રખાયા હતા.

ચૂંટણીમાં હાર્દિક પટેલને મદદ કરનારને દૂર રખાયા છે. વિકાસ ગાંડો થયાનું સૂત્ર આપનાર સાગર સાવલિયાને દૂર રખાયા છે. જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. જેને લઈને સાગરે હાર્દિકને સવાલો કર્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ‘પાસ’ના સોશ્યલ મીડિયાના કાર્યકરોની બેઠકમાં ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં હાર્દિક પટેલને સાથ આપ્નાર અનેક મહત્વના આગેવાનો-કાર્યકરોને આ મિટિંગથી દૂર રખાયા હતા.

‘વિકાસ ગાંડો થયો છે’ના મુદ્દાને સોશ્યલ મીડિયા તથા પ્રિન્ટર ઈલેકટ્રોનિક મીડિયા ગાજતો અને ગુંજતો કરનાર સાગર સાવલિયા જેવા અનેક કાર્યકરોને સોશ્યલ મીડિયાના કાર્યકરોની બેઠકમાંથી દૂર રખાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here