સિવણ ક્લાસથી પરત ફરતી સગીરા પર બળાત્કાર, લોહી લૂહાણ હાલતમાં પહોંચી ઘરે

0
241
Advertisement
Loading...

ઓલપાડના ખલીપોર ગામમાં સગીરા પર યુવક દ્વારા બળાત્કાર અને અન્ય બે યુવકો દ્વારા શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ યુવકે સગીરા પર પાશવી બળાત્કાર ગુજારતાં લોહીલૂહાણ હાલતમાં સગીરા ઘરે પહોંચી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, સિવણ ક્લાસમાં જતી આદિવાસી સગીરા પોતાની અન્ય મિત્રો સાથે બપોરના સમયે ક્લાસથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સાથે યુવકે સગીરા પર બળાત્કાર ગુજારીને લોહીલૂહાણ કરી નાંખી હતી.

એટલું જ નહીં, યુવકના બે સાથીઓએ પણ સગીરા સાથે છેડછાડ કરી હતી. બળાત્કારનો ભોગ બનેલી સગીરા લોહીલૂહાણ હાલતમાં ઘરે પહોંચતા પરિવારજનો હેબતાઇ ગયા હતા. આ અંગે માતાએ પૂછપરછ કરતાં દીકરીએ બળાત્કાર થયો હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સગીરાને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ત્રણેય નરાધમોને દબોચી લીધા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here