ખુલ્લેઆમ ધમધમતા સેક્સ રેકેટનો પર્દાફાશ, વીડિયો વાયરલ જુઓ

0
1121
Advertisement
Loading...

સુરત: સુરતમાં રિંગરોડ પર ખુલ્લેઆમ ધમધમતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ રિંગરોડના મજુરા સર્કલ પર ચાલતા આ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ સેક્સ રેકેટ જે જગ્યાએ ચાલતું હતું તે સરકારી સિવિલ હોસ્પિટલના દરવાજાની પાસે અને દીવાલને અડીનેજ હતું. એટલું જ નહીં 100 મીટર દૂર એન્જિનિયરિંગ કોલેજ પણ આવેલી છે.

રિંગરોડ મજુરા ફ્લાય ઓવર પરથી રોજ સાંજે પરિવાર સાથે લોકો પસાર થતા હોય છે, ત્યારે અહીં જ ચેનચાળા કરતી રૂપલલનાઓ ઉભી હોય છે.

કેટલાક એજંટો આ રૂપલલનાઓને રિક્શામાં લઈને ફરે છે. છતાં આજદિન સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. આખરે હવે પોલીસ જાગી છે અને આજે 3 રૂપલલનાઓની પોલીસે અટકાયત કરી છે.

મજુરા ફ્લાય ઓવર પરથી રોજ સાંજે પરિવાર સાથે લોકો પસાર થતા હોય છે, ત્યારે અહીં જ ચેનચાળા કરતી લલનાઓ ઉભી હોય છે. કેટલાક એજન્ટો આ લલનાઓને રિક્ષામાં લઈને ફરે છે. છતાં આજદિન સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. આખરે વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ જાગી છે.

ખુલ્લામાં ચાલતો દેહ વેપારનો ધંધાનો વીડિયો વાયરલ થયા બાદ ચારે તરફ ટીકા થઈ રહી છે. એકતરફ નજીકમાં સિવિલ હોસ્પિટલ આવેલી હોય સામાન્ય લોકોની અવરજવર થતી હોય ત્યાં ચાલતા દેહ વેપારની ધંધાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પોલીસ ટીકા સાથે ચર્ચા ચાલી રહી છે કે, બસ હવે આજ જોવાનું બાકી રહ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here