સુસાઇડ નોટ: ‘હેતલને કારણે મારો સંબંધ તુટ્યો, મારી લાશને સ્વાતીના ઘર પાસેથી લઈ જજો’

0
365
Advertisement
Loading...

નવી સિવિલ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના રેસિડેન્ટ ડોક્ટર વૈભવ સોનવિયાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વૈભવે હાથમાં ઇન્જેક્શન લઈ આપઘાત કરી લીધો છે. તેમના ક્વાટર્સમાંથી મળેલી સ્યુસાઈડ નોટમાં મોત માટે તેણે હેતલ પટેલને જવાબદાર ઠેરવી છે. સૂસાઇડ નોટમાં તેના કારણે સંબંધ તૂટી ગયાનો આક્ષેપ મૂક્યો છે.

નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવરંગ બ્લોક ડી ખાતે રહેતા ડો.વૈભવ જયંતીલાલ સોનવિયા(30) એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ત્રણ મહિના પહેલા બેગમપુરા વિસ્તારની રહેવાસી અને વીજકંપનીમાં નોકરી કરતી સ્વાતિ પરવટિયા સાથે લગ્ન નક્કી થયા હતા અને આગામી 12 મેના રોજ બંનેના લગ્ન થવાના હતા.

કોઇ બાબતે વાંધો પડતા પહેલા વૈભવે સગાઈ ફોક કરી નાંખી હતી. જોકે ત્યાર બાદ ફરી સંબંધ જોડાયા હતા. દરમિયાન એક મહિના પહેલા કોઈક કારણસર સ્વાતિએ સગાઈ ફોક કરી નાંખી હતી. શુક્રવારે બપોરે તેઓ સિવિલ કેમ્પસમાં પોતાના ક્વાટર્સમાં માતા સાથે હતા.

માતા અંદરની રૂમમાં હતા ત્યારે વૈભવે આગળની રૂમમાં પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન મારી દીધું હતું. માતા સવિતાબેન વૈભવને બેભાન હાલતમાં હાથમાં ઇન્જેક્શન લઈ બેસેલો જોતા ચોંકી ઉઠ્યા હતા. તેમણે તેને તાત્કાલિક સારવાર માટે ઈમરજન્સી વિભાગમાં ખસેડ્યો હતો. જોકે ત્યા સુધીમાં વૈભવે દમ તોડી દીધો હતો.

ડો. વૈભવનાં જન્મના પાંચ મહિના પહેલા જ તેમના પિતાનું અવસાન થયું હતું અને સિવિલ હોસ્પિટલમાં જ ડીન ઓફિસમાં પીએ તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા માતા સવિતાબેને સંઘર્ષમય જીવન વ્યતિત કરી ડો.વૈભવને તબીબી અભ્યાસ કરાવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે સ્વાતીએ સગાઈ ફોક કરી લગ્નનો ઈનકાર કરી દીધા બાદ મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા વૈભવે હાથમાં ઇન્જેક્શન લઈ આપઘાત કરી લીધો છે. તેમના કવાટર્સ માંથી મળેલી સ્યુસાઈડ નોટમાં મોત માટે જવાબદાર મંગેતર સ્વાતિ અને બીજી એક યુવતી હેતલ પટેલનો ઉલ્લેખ કરી તેમની લાશને સ્વાતિના ઘર સામેથી લઈ જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here