ભાજપના નેતા જળકુંભી હટાવી તાપી શુધ્ધ કરવા ગયા ને મળી દારૂની ભઠ્ઠીઓ જુઓ તસવીરોમાં

0
514
Advertisement
Loading...

સુરત મહાનગર પાલિકા દ્ધારા તાપી શુદ્ધિકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની વિવિધ સામાજિક સંસ્થા, એનજીઓ અને ઉદ્યોગકારો કામદારો પણ તાપી શુદ્ધિકરણમાં જોડાયા હતા.

તાપી નદીના શુદ્ધિકરણનું મહાઅભિયાન 25 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. તાપી નદીની સફાઇ દરમિયાન રાજ્યમાં દારૂબંધી છે તેવી સરકારના દાવાની પોલ ખુલી ગઇ હતી.

સુરત ના કોઝ વે નજીક સફાઇ દરમિયાન જળકૂંભી હટાવવા જતા દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. પ્રશાસનની લાપરવાહીની વચ્ચે નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો ખુલાસો તમારી ચેનલ ABP અસ્મિતાએ કર્યો છે.

શુદ્ધિકરણના સમયે એક બાદ એક દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી.

આ અંગે જ્યારે ABP અસ્મિતાએ સુરત પોલીસ કમિશ્નરનો સંપર્ક કર્યો ત્યારે તેમને પણ બોલવાનો ઈનકાર કર્યો. હવે સવાલ એ થાય છે કે ખુલ્લેઆમ દારૂ ગાળતા આ બુટલેગરોનો કોણ છાવરી રહ્યું છે.

જોકે, કેટલાક પોલીસ અધિકારીઓ ખાનગીમાં સ્વીકારે છે કે બેરોજગારીના કારણે આરોપી વિધવા મહિલાઓ આ ધંધો કરે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here