યુવતીને ભરવાડ યુવક સાથે બંધાયા સંબંધ, પરિવાર લગ્ન માટે નહોતો તૈયાર તેથી શું કર્યું ?

0
671
Advertisement
Loading...

સુરત: મૂળ ગોંડલની અને હાલ સુરત રહેતી યુવતીએ પ્રેમસંબંધમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. માતા-પિતાએ પ્રેમલગ્નની ના પાડતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. સુરતના વરાછા રોડ પર આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતા લુહાર જગદીશભાઈ પરમારની પુત્રી રાધિકાએ આપઘાત કરી લીધો હતો.

સુરતથી ગોંડલ આવતી વેળાએ ઝેરી દવા પી લેતા મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને લાવાયો હતો. રાધિકાના પિતા જાતે લુહાર છે અને માતા મુસ્લિમ છે તેની માતાનું નામ હાલ પૂજા છે. જ્યારે લગ્ન પહેલાં તેમનું નામ ફાતિમા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

રાધિકાને ત્રણ બહેનો અને બે ભાઈ છે. તે પરિવારમાં ત્રીજા નંબરની હતી. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. જ્યારે બંને ભાઈઓ તેનાથી નાના છે. રાધિકાના પિતા સાડીની લેસ વેચવાનું કામ કરે છે, જ્યારે રાધિકા તેની માતા સાથે છૂટક કામ કરી ઘર ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. રાધિકાએ ગોંડલ સંબંધીને ત્યાં કોઈ પ્રસંગે જતી વખતે ઝેરી દવા પી લીધી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here