પિતા વગરની 251 દીકરીઓને પરણાવી, કન્યાદાન માં આપ્યા કરોડો..કોણ છે આ પાટીદાર જાણો પૂરી કહાની

0
831
Advertisement
Loading...

એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી જવાબદારીઓ પણ નિભાવે છે. લગ્નમાં દરેક દીકરીને 5 તોલા સોનુ અને બહુ મોટો કરિયાવર પણ આપે છે.

મહેશભાઈ સવાણી ૨૫૧ દીકરી ઓ સાથે શ્રી મહેશભાઈ 24મી ડિસેમ્બર 2017ના રોજ બીજી 251 દીકરીઓને પરણાવી. જ્યારે લગ્ન માટેના ફોર્મ ભરવાના ચાલુ કર્યા હતા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં જ 600 કરતા વધુ ફોર્મ ભરાઈ ગયા હતા. હવે આ 600 દિકરીઓમાંથી કઈ 251 દીકરીઓ પસંદ કરવી એ દ્વિધા આવીને ઉભી રહી હતી!.

તમામ 600 દીકરીઓના લગ્ન વ્યવસ્થાની રીતે અને આર્થિક રીતે પણ શક્ય ના બને કારણકે દીકરી પરણાવવાથી જ મહેશભાઈની જવાબદારી પૂરી નથી થતી દીકરીને ત્યાં વાર તહેવારે પિતાની જેમ જવાનું અને દીકરીને ત્યાં બાળક અવતરે ત્યારે બાળકના નાના તરીકે જિયાણું પણ કરવાનું.

જો દીકરીની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો એના સંતાનોના અભ્યાસનો અને એના પરિવારનો મેડિકલનો પણ બધો ખર્ચ ઉપાડવાનો એટલે 600 દીકરીઓના લગ્ન કરાવી આપવા શક્ય નહોતા. આ 600 દીકરીમાંથી 251 દીકરીઓને પસંદ કરવા માટે એના કુટુંબનો ઇતિહાસ તપાસવામાં આવ્યો. જે દીકરીઓના પરિવારમાં પિતા, માતા અને ભાઈ કોઈ જ ના હોય અને દાદા દાદી કે બીજા કોઈ સગાંસંબંધી સાથે રહેતી હોય એવી દીકરીઓને પ્રથમ પસંદ કરવામાં આવી.

આમ 48 દીકરીઓ હતી જેના પરિવારમાં માતા,પિતા કે ભાઈ કોઈ જ નહોતું. ત્યારબાદ એવી દીકરીઓ પસંદ કરવામાં આવી જેના પરિવારમાં માત્ર એની માતા હોય પણ કોઈ ભાઈ ના હોય મતલબ કે પરિવારમાં કોઈ પુરુષ ના હોય પણ બધી જ મહિલાઓ હોય. આવી 118 દીકરીઓ હતી જેના પરિવારમાં પિતા કે ભાઈનું છત્ર નહોતું.

ત્યારબાદ એવા પરિવારોને પસંદ કરવામાં આવ્યા જ્યાં દીકરીને ભાઈ હોય પણ દીકરી કરતા નાની ઉંમરનો હોય. મતલબ કે ભાઈ એટલો નાનો હોય કે જે લગ્નની જવાબદારી ઉપાડી શકે તેમ ના હોય એવી દીકરીઓને ત્રીજા રાઉન્ડમાં પસંદ કરવામાં આવી. આમ કૂલ મળીને 251 દીકરીઓના એકસાથે લગ્ન થયા.

આ લગ્ન પાછળ અને લગ્ન પછીની બીજી જવાબદારીઓ નિભાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે અને શ્રી મહેશભાઈ હસતા હસતા આ બધો જ ખર્ચો ઉપાડી લે છે. કમાતા તો ઘણા હોય પણ યોગ્ય માર્ગે વાપરવાનું બહુ ઓછાને આવડતું હોય છે.

લોહી નહીં પરંતુ લાગણીઓનાં સંબંધોથી સવાણી પરિવારે ૧૧૧ દીકરીઓનાં લગ્ન કરાવ્યા. પિતા વગરની દીકરીઓના પાલક પિતા બની મહેશ સવાણી દરેક દીકરીઓને પાંચ લાખ રૃપિયાનું કરિયાવર ભેટમાં આપ્યું. કોઇપણ નાતજાતના ભેદભાવ વગર એક જ મંડપમાં ૧૧૧ દીકરીઓનાં લગ્ન હિંદુ શાસ્ત્રોતકવિધ મુજબ પોતપોતાના સમાજના રીતરિવાજો અનુસાર કરવામાં આવ્યા.

થોડું જાણીએ, સવાણી ગ્રુપ અને મહેશ સવાણી વિષે !!

૩ નવેમ્બર ૧૯૭૦ના રોજ જન્મેલા મહેશ સવાણીએ ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યાં છે. મહેશભાઈને સંતાનમાં કોઈ દીકરી નથી. જેની પિડાથી તેઓએ પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું છે. વ્યવસાયની સાથે સમાજ સેવા કરી શકાય તે હેતુથી વડીલ વંદના અને દીકરીઓના લગ્ન બાદની તમામ જવાબદારી પણ મહેશ સવાણી અને ગૃપ દ્વારા ઉપાડવામાં આવે છે.વિવિધ સેવાકિય પ્રવૃતિ બદલ મહેશ સવાણી અને પીપી સવાણી ગૃપનું લાસવેગાસમાં એવોર્ડ દ્વારા સન્માન પણ થયુ હતું.

સવાણી પરિવાર દ્વારા પિતાની અથવા માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનાં લગ્નનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. પહેલા વર્ષે વિવાહ પાંચ ફેરા અંતર્ગત ૨૨ દીકરીઓ, બીજી વર્ષે સંબંધ ભવોભવમાં ૫૩ દીકરીઓ જ્યારે ત્રીજા વર્ષે લાગણીના વાવેતર અંતર્ગત ૧૧૧ દીકરીઓનાં લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે ૩૦મી નવેમ્બરના રોજ અબ્રામા સ્થિત વિદ્યાસકુંલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. કોઇપણ નાતજાતના ભેદભાવ વગર ૧૧૧ દીકરીઓ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રભૂતામાં પગલાં માંડશે. ૧૧૧ દીકરીઓમાં બે દીકરીઓનાં કોઇપણ જાતની રીતિ રિવાજ વગર માત્ર ફૂલહાર દ્વારા સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવામાં આવશે.


-૧૦૦૧ દીકરીઓના પિતાની જવાબદારી નિભાવવાની તૈયારી

મહેશ સવાણી સવાણી પિતા વગરની દીકરીઓની તમામ જવાબદારી ઉપાડી રહ્યાં છે. હાલ તેઓ ૨૫૩ દીકરીઓના પાલક પિતા બની ગયા છે. અને આગામી સમયમાં તેઓએ ૧૦૦૧ દીકરીઓના પિતાની જવાબદારી નિભાવવાની તૈયારી દર્શાવી છે. દીકરીઓના લગ્ન કરાવી દઈને તેઓ જવાબદારીમાંથી મુક્ત બની જતાં નથી પરંતુ દીકરીઓના સતત સંપર્કમાં રહીને દીકરીઓ અને જમાઈ સાથે સતત સંપર્કમાં રહે છે. સંપર્કમાં રહેવા માટે મહેશ સવાણીએ અનોખી સિસ્ટમ ગોઠવી છે. જેમાં દરેક દીકરીનો મોબાઈલ નંબર અને જમાઈનો મોબાઈલ નંબર તેના મોબાઈલમાં રાખીને સમયાંતરે સતત તેના સંપર્કમાં રહે છે.


– સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવામાં આવી રહી છે

લાગણીના વાવેતર સમૂહ લગ્નમાં ૩ દીકરીઓ મુસ્લિમ હોવાથી તેમના નિકાહ પઢવામાં આવશે. દરમિયાન ૨૯મી નવેમ્બરના રોજ મહેંદી રશમ અને રાત્રે સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ સવાણી આ તમામ દીકરીઓના પાલકપિતા બની તમામને પાંચ લાખ રૃપિયાનું કરિયાવર ભેટમાં આપશે. આ ઉપરાંત માંગલિક પ્રસંગની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવામાં આવી રહી છે.
મહેશ સવાણીનું પી.પી. સવાણી ગૃપ અનેક સેવાકિય કાર્યો કરે છે

મહેશ સવાણી અને તેનો પરિવાર પી.પી. સવાણી ગૃપમાં છે. આ ગૃપ દ્વારા રિયલ એસ્ટેટની સાથે સાથે શહેરમાં શાળાઓ જેવી કે ગુજરાતી હિન્દી અને ઈંગ્લિશ મિડીયમની શાળાઓ ચલાવે છે. આ સાથે પી.પી. સવાણી હાર્ટ ઈન્ટિટ્યુટ પણ ચલાવવામાં આવે છે. હાર્ટ ઈન્ટિટ્યુટમાં ગરીબ દર્દીઓને વાજબી ભાવે હાર્ટ સર્જરી કરાવી આપવામાં આવે છે.

– કિંમતપપ.૦૦લાખ

દીકરીઓના લગ્ન કરાવનારા મહેશ સવાણી કારના શોખિન છે. તેમની પાસે ઓલરેડી આંઠ લક્ઝુરિયસ કાર છે. કારના શોખીન મહેશભાઇ પાસે એક કાર પાંચ કરોડની પણ છે. દર વર્ષે તેમના લક્ઝુરિયસ કારના કાફલામાં ઉમેરો કરતાં મહેશ સવાણીએ ગતવર્ષે એક મોંઘીદાટ કાર લીધી હતી. તેમના દીકરાને બીએમડબલ્યુની ફાઇવ સિરિઝ કાર લેવી હતી એટલે ગત વર્ષે એમણે આ કાર લીધી હતી.

– વડીલો પ્રત્યે બહોળી લાગણી

સૌરાષ્ટ્રથી સુરત આવી હીરાના વ્યવસાયમાં જોડાયેલા વલ્લભભાઈ સવાણી શહેરમાં વલ્લભ ટોપીના નામથી ઓળખાય છે. વલ્લભભાઈએ સુરતમાં હીરા વ્યવસાયથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું અને અઢળક સફળતાની સાથે કમાણી કરી. આજે વલ્લલભાઈનો તમામ કામ તેમના દીકરાઓ સંભાળી રહ્યાં છે. જેમાં પી.પી. સવાણી ગૃપનું સંચાલન મહેશ સવાણી કરી છે. પિતા દ્વારા શરૂ કરવામાં આવેલી સમાજ સેવાના કાર્ય મહેશભાઈ તેમનાથી બમણા કરી રહ્યાં છે. દરવર્ષે પિતાવિહોણી દીકરીઓના નાતજાતના ભેદભાવ વગર લગ્નો કરાવે છે. આ ઉપરાંત વડીલ વંદનાના કાર્યક્રમો. વડીલોને કોઈજાતની તકલીફ ન પડે તે માટે પણ તેઓ દરરોજ શહેરમાં બસ દોડાવી નિઃશુલ્ક રીતે વડીલોને તેમના ફાર્મ હાઉસ લઈ જાય છે. અને ત્યાં આખો દિવસ ચા-નાસ્તો જમવાની વ્યવસ્થા કરી આપે છે.

છેલ્લા ૧૦ વર્ષથી થાય છે નવરાત્રીનું આયોજન

સવાણી પરિવાર દ્વારા શહેરમાં છેલ્લા ૧૦ વર્ષોથી માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચિન ગરબા ઉત્સવમાં શહેરભરના લોકો હરખભેર જોડાય છે. આ કાર્યક્રમમાં મહેશ સવાણી અને તેનો પરિવાર દરરોજ હાજર રહે છે. નવરાત્રીમાં વિજેતા ખેલૈયાઓને મહેશ સવાણી અને તેના પરિવારના સભ્યો પોતાના હાથથી ઈનામની વહેંચણી કરતાં હોય છે.
વિવિધ સેવાકિય પ્રવૃતિને પગલે મળ્યો એવોર્ડ

પ્લેનમેન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રના નવનિર્માણ માટે અને દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે પ્રયત્નશીલ રહી અનોખું કાર્ય કરી સમાજમાં પરિવર્તનના બીજ રોપનાર વ્યક્તિને ઈન્ડિયન પાવર બ્રાન્ડ એવોર્ડ, પાવર બ્રાન્ડ રાઈઝીંગ સ્ટાર એવોર્ડ, સ્ટાર રીયલ્ટી એવોર્ડ અને ઈન્સ્પિરેશનલ લીડર ઓફ ન્યૂ ઈન્ડિયા એવોર્ડ એવા ચાર એવોર્ડ દરવર્ષે આપવામાં આવે છે. ત્યારે ગત વર્ષે બે એવોર્ડ મહેશ સવાણીને આપવામાં આવ્યાં હતાં. પ્લેનમેન મીડિયા દ્વારા ઈન્ડિયન પાવર બ્રાન્ડ પી.પી. સવાણી ગૃપને ઈન્સ્પિરેશનલ લીડર ઓફ ન્યૂ ઈન્ડિયા અને મહેશ સવાણીને એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ લાસ વેગાસના મેયર તેમજ દેશ વિદેશની ખ્યાતનામ હસ્તિઓના હસ્તે મહેશ સવાણીને આપવામાં આવ્યો હતો.

(Source By :Gujjumoj)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here