હોટેલના માલિકની ભત્રીજીનો બિલ્ડરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત

0
176
Suicides after drinking poisonous drugs by the builders' torture
Advertisement
Loading...

(GNS) સુરત,બિલ્ડરના ત્રાસથી સુરત રેલવે સ્ટેશન સામેની બિસ્મિલ્લા હોટેલના માલિકની ભત્રીજીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાના ચાર મહિના બાદ સ્યુસાઈડ નોટના આધારે ચોકબજારના સીંધીવાડના બિલ્ડર બંધુઓ સામે ગુનો નોંધાયો છે. બિલ્ડરોમાંનો એક મુન્ના સિલ્કવાલા તેને સંબંધ બાંધવાનું દબાણ કરતો હોવા ઉપરાંત ડીસીપી અનારવાલા અને ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાના નામે પણ ધમકી આપતા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યા છે. ભજિયાવાલાએ મહિલા કે બિલ્ડરને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.

ચોકબજાર વડાચૌટા ઝુલેખા મંજીલમાં રહેતા જમીન દલાલ મોહમ્મદ સોહેલ મેમણની પત્ની મરીયમબાનુંએ બીજી ઓકટોબરે રાત્રીના સમયે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મહિલાએ બિલ્ડર પાસે રૂ.૧૫.૫૦ લાખમાં મકાન ખરીદી કરી ફલેટ પેટે રૂ.૧૩.૧૦ લાખની રકમ પણ આપી ઘરમાં રહેવા લાગ્યા હતા. બાદમાં રૂપિયાની બાબતે તકરાર થતા બીજો ફલેટ તે જ બિલ્ડિંગમાં આપી દીધો હતો. અને તેની કિમંત રૂ.૧૦.૫૦ લાખની હતી. જેથી મહિલાની બાકી નીકળતી રકમ રૂ.૨.૬૦ લાખ બિલ્ડરો પરતન આપતા હોવાથી ઝઘડાઓ શરૂ થયા હતા. મકાન પડાવી લેવાના ઈરાદે પરિણીતાને બિલ્ડર અને તેનો પુત્ર સહિત ફેમિલી મેમ્બરો રસ્તા, દાદર ચઢતા,બારીમાંથી કે ઘરમાં ઘુસીને માનસિક ટોર્ચર કરી મકાન ખાલી કરવા માટે ધમકી આપતા હતા. જેના કારણે પરિણીતાને આઘાત લાગી જતા પહેલા ૨૪મી સપ્ટેમ્બરે દવાનો વધુ પડતો ડોઝ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બીજી ઓકટોબરે રાત્રીના સમયે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. લાલગેટ પોલીસે અકસ્માત મોતની નોંધ જે તે વખતે કરી હતી.

ચાર મહિના બાદ પોલીસને પાંચ પાનાની સુસાઇડ નોટ હાથ લાગી જેના આધારે તપાસ કરીને લાલગેટ પોલીસે બિલ્ડર ઈરફાન ઈસ્માઈલ સિલ્કવાલા, તેનો ભાઈ નૂર મોહમ્મદ ઉર્ફ મુન્ના ઈસ્માઈલ સિલ્કવાલા, તેની પત્ની હલીમા સિલ્કવાલા તથા યાસમીનબાનુ મોહમ્મદ સિદ્દીક તંબુવાલા(તમામ રહે, સીંધીવાડ, વડા ચૌટા, ચોકબજાર)ની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here