વડોદરાની સ્કુલમાં ધોરણ-10ના વિધાર્થી ધોરણ-9ના વિધાર્થીને એક પછી એક ચાકુના ધા મારી દીધા

0
139
Advertisement
Loading...

વડોદરા

હજી તેમની રમવાની ઉમંર હતી પણ પરંતુ વડોદરાના બરાનપુરામાં આવેલી ભારતી વિધ્યાલયમાં શુક્રવારના સવારે સાડા અગીયાર વાગે દસમાં ધોરણના વિદ્યાર્થીએ નવમાં ધોરણમાં ભણતા વિધ્યાર્થીને પેટ અને છાતીમાં એક પછી એક ધા મારી દેતા નવમાં ધોરણનો વિધ્યાર્થી ત્યાં જ ફસડાઈ પડયો હતો. આ દર્શ્ય જોઈ ગયેલા અન્ય વિધ્યાર્થીઓએ ચીસાચીસ કરી મુકતા શાળાના શિક્ષકો દોડી આવ્યા હતા, લોહીમાં લથબથ વિધ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવેલા તે પહેલા તેનો શ્વાસ થંભી ગયો હતો.

સવારે સાડા અગીયારનો સમય હતો બરાનપુરામાં આવેલી ભારતી વિધ્યાલય છુટવાનો સમય હતો, જેના કારણે ઘરે જવાની ઉતાવળમાં વિધ્યાર્થીઓ ઉત્સાહમાં કોલાહલ કરી રહ્યા હતા, ત્યારે ધોરણ નવમાં ભણતા વિધ્યાર્થી દેવ તડવી વર્ગમાં હાજર શિક્ષક પાસે બાથરૂમ જવાની રજા લીધી અને તે બાથરૂમ જવા માટે નિકળ્યો ત્યારે તેની બરાબર પાછળ ધોરણ દસનો એક વિધ્યાર્થી હતો, દેવે જેવો બાથરૂમમાં ગયો તેની સાથે સ્કુલ બેગ સાથે તેની પાછળ રહેલા દસમાં ધોરણના વિધ્યાર્થીએ પોતાની સ્કુલ બેગમાંથી ચાકુ કાઢી દેવ ઉપર તુટી પડયો હતો, દેવ મદદ માટે બુમ પાડી શકે એટલે સમય પણ તેને મળ્યો નહીં.

આ વખતે ત્યારે કેટલાંક અન્ય વિધ્યાર્થીઓ આવી જતા તેમણે બુમાબુમ કરી મુકી આ દરમિયાન શિક્ષકો ત્યાં પહોંચે તે પહેલા હુમલો કરનાર વિધ્યાર્થી સીડી ઉતરી ફરાર થઈ ગયો હતો, દેવને સારવાર માટે તે પહેલા જ તેનું મોત નિપજયુ હતું, આ મામલાની જાણ થતાં વાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા, તરત આવી પહોચેલા ફોરનસીક અધિકારીઓ દેવને થયેલી ઈજા જોઈ આશ્ચર્ય થયુ હતું કે કારણ દેવના શરિર ઉપર અસંખ્ય ઘા છે અને એક જ વિધ્યાર્થી આટલા ઘા મારી શકે નહીં, દેવ ઉપર હુમલો કરનાર વધારે વિધ્યાર્થીઓ હોવા જોઈએ તેવુ પોલીસ માની રહી છે.

દેવના મૃતદેહનો હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે, પણ સગીરવયના બાળકો હત્યા સુથી પહોંચી જાય તે ગંભીર ઘટના છે આ મામલે તપાસ કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, પોલીસે સ્કુલમાં રહેલા સીસી ટીવીના આધારે તેમજ બનાવના નજરે જોનાર વિધ્યાર્થીઓને નિવેદન પ્રમાણે હત્યા કરી ફરાર થયેલા વિધ્યાર્થીને ઝડપી લેવા માટે ટીમો રવાના કરી છે, પણ હજી હત્યા કયા મામલે થઈ તે બાબત અસ્પષ્ટ છે, પરંતુ ધોરણ દસના વિધ્યાર્થીની બેગમાંથી પોલીસે અન્ય ચાકુ પણ કબજે કર્યા છે જેમાં મટન કાપવાનો એખ મોટો છરો છે પણ આ ઉપરાંત મરચી પાડવર પણ મળી આવ્યો છે, આમ હત્યા પુર્વ યોજીત હોવાનું હાલમાં લાગી રહ્યુ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here