બોલો..યુવાન માવો ખાઈ થૂંકવા ગયો અને પોલીસના વેશમાં બે લૂંટારુ બાઇક લૂંટી ગયા

0
143
Advertisement
Loading...

સુરતના એક યુવાનને માવો થૂંકવાનું રૂ. ૨૦ હજારમાં પડ્યું હોવાનો કિસ્સો પૂણા પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જેમાં બાઇક પર જતા યુવાને થૂંકવા માટે બાઇક ઊભી રાખી એ જ સમયે બે લૂંટારું ત્યાં પહોંચી ગયા હતા અને રૂ. ૨૦ હજારની કિંમતની બાઈક લૂંટી પલાયન પણ થઈ ગયા હતા.

પૂણામાં રહેતા એક યુવકને માવો થૂંકવા માટે ઊભા રહેવાનું થયું બરોબર એ જ વખતે પોલીસના સ્વાંગમાં બે લૂંટારુ ત્યાં આવી ચડ્યા. જે બન્નેએ યુવાનને માર મારી રૂ. ૨૦ હજારની કિંમતની બાઇક, રોકડા રૂ. ૨૦૦, એટીએમ કાર્ડ,પાનકાર્ડ અને આધારકાર્ડ લૂંટી લીધા હતા.

પૂણા ગામની પ્રમુખછાંયા સોસાયટીમાં રહેતા અને બારી દરવાજામાં સનમાઇકો લગાવવાનું કામ કરતા લાલજીભાઈ શંભુભાઈ વઘાસિયા (ઉ.વ.૩૯)એ પૂણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૩-૬-૧૮ના રાત્રે અગિયાર વાગ્યે તે કલ્યાણનગરની સામે રસ્તા પર બાઇક ઊભી રાખી થૂંકવા ઊભો રહ્યો તે સમયે એક બાઇક પર બે અજાણ્યા યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા. જેણે પોતે ડીસ્ટાફના માણસો હોવાની ઓળખ આપી લાયસન્ય વગેરેની માગણી કરી હતી અને એ રીતે રસ્તાથી થોડે દૂર લઈ ગયા હતા. જ્યાં માર મારી લૂંટ ચલાવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ પોતાના ઘરેથી ભોજન કર્યા બાદ લાલજીભાઈ માવો ખાવા અને ફરવા નીકળ્યા હતા. ઘર નજીક જ આ ઘટના બની જેમાં પોલીસના સ્વાંગમાં લૂંટારુ લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. આ ઘટના એક જગ્યાએ સીસી કેમેરામાં કેદ થઈ છે પરંતુ નાઇટ વિઝન હોવાના કારણે લૂંટારુનાં ચહેરા સ્પષ્ટ દેખાતા નથી.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here