અમદાવાદઃ બિલ્ડિંગના ભોંયરામાં આવેલી દુકાનમાં ભીષણ આગ, નીકળ્યા આગના ગોટેગોટા, જુઓ વીડિયો

0
248
Advertisement
Loading...

અમદાવાદઃ વસ્ત્રાપુર હિમાલયા મોલ પાસે આવેલી બિલ્ડિંગના ભોંયરામાં આવેલી દુકાનમાં ભીષણ આગ લાગી છે. આગને લીધે આસપાસના ઘરો ખાલી કરાવાયા છે. કેટલાય લોકોનું રેસ્ક્યું કરાયું છે.

ફાયર વિભાગ આજે ફરી એક આગની ભીષણ ઘટના બાદ દોડતું થઇ ગયું. આ આગનો કોલ હતો અમદાવાદના હિમાલયા મોલની નજીક આવેલા શ્રીજી ટાવરનો.જ્યાં એક 10 માળનો રહેણાંક ટાવરના બેઝમેન્ટમાં લાગેલી આગના કારણે ધૂમાડાના સામ્રાજયમાં જાણે અદ્રશ્ય થઇ ગયો હતો.

ધૂમાડો એટલો પ્રચંડ હતો કે ટાવરમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી અને ઘટના બનતાની સાથે જ તુરંત દોડી આવેલા ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે સૌ પહેલા જે કામગીરી કરી હતી. શ્રીજી ટાવરમાં રહેતા વૃદ્ધ લોકો જેઓ તાત્કાલીક નીચે ઉતરી શકે તેમ ન હતો. તેઓને ઝૂલો બનાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા.

ફાયર વિભાગે લોકોને બચાવવાની સાથે બીજી તરફ આગને કાબૂ કરવા સતત પાણીનો મારો ચલાવ્યો. પરંતુ આગ એટલી પ્રચંડ હતી અને ટાયરોના કારણે એટલી હદે ધુમાડો પ્રસર્યો હતો કે આગને બુઝાવવાની કામગીરી પડકારજનક બની ગઇ હતી. તો ફાયર વિભાગે પણ આ ભીષણ આગને બુઝાવવા માટે આગની જવાળાઓ સામે પડકાર ફેંકીને ગજરાજ અને પવન ચક્કી જેવા સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂ કરવા અને સતત પ્રસરી રહેલા ધૂમાડાને ડાયવર્ટ કરવા માટે પવન ચક્કી એટલે કે મોટા ફેનનો ઉપયોગ કર્યો હતો

શ્રીજી ટાવર પર લાગેલી આગમાં સતત પ્રસરી રહેલો ધૂમાડો પડકારજનક હતો જેથી ફાયર વિભાગે પવન ચક્કીનો ઉપયોગ કરીને ધૂમાડાને ડાયવર્ટ કરવાની કામગીરી કરી હતી. જો કે ફાયર વિભાગના સતત પ્રયાસ અને પાણીના મારાના કારણે શરૂઆતમાં ઉઠેલો કાળો ડિબાંગ ધૂમાડો અંતે સફેદ ધૂમાડામાં પરિવર્તિત થઇ ગયો હતો જે આગ કાબૂમાં આવી રહી હોવાના સંકેત સમાન હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here