PI નો પુત્ર પરપ્રાંતિય યુવતીઓને લાવી ચલાવાતો હતો સેક્સ રેકેટ થયો પર્દાફાશ

0
545
Advertisement
Loading...

શહેરના રણજીતનગર વિસ્તારના એક ફ્લેટમાં એલસીબીએ દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે રેડ કરતાં ત્રણ રૂપલલનાઓ ઉપરાંત રેકેટ સંચાલક તેમજ અન્ય બેને પકડી પાડ્યા હતા. આ સેક્સ રેકેટ નિવૃત પીઆઇનો પુત્ર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવીને સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, જામનગરમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમીને આધારે રણજીતનગર વિસ્તારના પોષ્ટ ઓફિસ પાસેના બ્લોક નં. સી/9ના રૂમ નં. 1925માં રેડ કરતાં અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી ચલાવતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો.

પોલીસે રેડ કરતાં ત્રણ લલનાઓ, સંચાલક નિવૃત્ત પીઆઇનો પુત્ર અને અન્ય બે શખ્સોની ઝડપી લીધા હતા. એલસીબીએ નિવૃત્ત પીઆઇના પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને દેહ વ્યાપાર માટે લવાયેલી ત્રણ પરપ્રાંતીય મહિલાઓ મળી આવી હતી.

પોલીસે અશોકસિંહ ઝાલા ઉપરાંત નયનપુરી મહેશપુરી ગોસ્વામી (રે. ખંભાળીયા) અને ઇમરાન ઇબ્રાહીમ સુંભણીયા (રે.ખંભાળીયા)ની અટકાયત કરીને રૂા. 32,400ની રોકડ રકમ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન સહિત રૂા.41,900ની માલમતા ઉપરાંત નિરોધ પણ કબ્જે કર્યા હતા.

જામનગરના સતત ધમધમતા રણજીતનગર વિસ્તારમાંથી સેક્સ રેકેટ ઝડપાતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી હતી. પોલીસે રંગેહાથે ઝડપાયેલી ત્રણ યુવતીઓની પૂછપરછ કરતાં તેમણે દેહવ્યાપાર કરતી હોવાનું કબૂલ્યું હતું. આથી ત્રણેયને સાહેદ બનાવીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here