જામનગર પોશ વિસ્તારમાંથી પકડાયું કુટણખાનું, બહારથી બોલાવાતી હતી યુવતીઓ

0
283
Advertisement
Loading...

જામનગરમાં જનતા ફાટક નજીક એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડીને મહિલા સંચાલિત કૂટણખાનું પકડી પાડી સંચાલિકા મહિલા અને બે ગ્રાહકો સહિત ત્રણને પકડી લીધાં હતાં. પોલીસે સંચાલિકાના તા.31મી સુધીના રીમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરના પોશ વિસ્તારમાં સતત બીજા દિવસે વધુ એક કૂટણખાનું પકડાયાના બનાવના પગલે ચકચાર મચી ગઈ છે.

જામનગરમાં સીટી સી ડિવિઝનના પીએસઆઇ એ.એલ. મકરાણી અને સ્ટાફને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જનતા ફાટક નજીક હરીપ્રેમ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રાજ્ય બહારની મહિલાને બોલાવીને વધુ પૈસાની લાલચ આપીને શારીરીક શોષણ કરાવીને કૂટણખાનું ચલાવાતું હોવાની બાતમી મળી હતી. જે માહીતીના આધારે પોલીસે જનતા ફાટક પાસે મીનાક્ષી સ્કુલ નજીક આવેલા હરીપ્રેમ એપાર્ટમેન્ટના પ્રથમ માળે ફ્લેટ નં.101માં રહેતા મનીષાબેન દિલીપભાઇ શાહ નામના મહાજન મહિલાના કબજાના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન અંદરથી એક પરપ્રાંતિય મહિલા અને બે પુરૂષો પણ મળી આવ્યા હતા. આથી પોલીસે સંચાલિકા મનીષાબેન શાહ ઉપરાંત અન્ય બે ઈસમ રીવાઝ હસમુખભાઇ રૂપાપરા (રે. વિભાપર) અને ભગવાનજીભાઇ કરશનભાઇ જાખરીયા (રે.જામનગર)ની અટકાયત કરીને રૂા. 3900ની રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન અને નિરોધ વગેરે સહિત રૂા. 15,400ની માલમતા કબજે કરી હતી. શહેરમાં સતત બીજા દિવસે પોશ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી વધુ એક કૂટણખાનું પકડાયાના બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

સીટી સી ડિવિઝન પોલીસે કુટણખાના પર દરોડો પાડીને પકડી પાડેલા સંચાલિકા મહિલાને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરતા તા.31મી સુધીના રીમાન્ડ મંજુર થયા હોવાનુ પોલીસે જણાવ્યુ છે.પોલીસ પૂછપરછ દરમ્યાન છેલ્લા એકાદ માસથી આ ગોરખધંધા ચલાવાતા હોવાનુ બહાર આવ્યુ હતુ.

પોલીસે ફલેટમાં દરોડો પાડતા અંદરથી એક પરપ્રાંતિય મહિલા પણ મળી આવી હતી.આથી પોલીસે પશ્ચિમ બંગાળની વતની એવી આ મહિલાને સાક્ષી બનાવીને સંચાલિકા સહિતના સામે ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here