વડોદરામાં પીએસઆઈ દ્વારા સર્વિસ રિવોલ્વથી આપઘાત

0
252
Advertisement
Loading...

વડોદરા શહેરની અલકાપુરી પોલીસ ચોકીમાં પીએસઆઇ એસ.એસ. જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બીજીબાજુ, આ ઘટનાને પગલે રાજયભરના પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પીએસઆઇ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે પોલીસ હાલ તો, કામના ભારણના કારણે પીએસઆઇ જાડેજાએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ.જાડેજાએ અલકાપુરી પોલીસ ચોકીમાં જ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. બનાવને પગલે વડોદરા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પીએસઆઇના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પીએસઆઇએ લખ્યું છે કે, પીએસઆઇની નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરશો.

પીએસઆઇની આત્મહત્યાને પગલે બીજીબાજુ, રાજયભરના પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને વડોદરા સહિત રાજય પોલીસ તંત્રમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીએસઆઇ જાડેજાએ કામના ભારણના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, પોલીસે હજુ મામલાની ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. પોલીસને મૃતક પીએસઆઇ જાડેજા પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી, જેની પણ તપાસ ચલાવાઇ રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here