ભાજપનો દિગ્ગજ નેતા હાર્દિક સાથે એક જ સ્ટેજ પર દેખાતા ? ભાજપમાં ગભરાહત

0
831
Advertisement
Loading...

પાટીદાર નેતા અને નવનિર્માણ સેનાના અદ્યક્ષ હાર્દિક પટેલ મધ્યપ્રદેશમાં બે દિવસથી લાગલગાટ ખેડુતો અને પાટીદાર સમાજને મળી રહ્યા છે. હાર્દિકને સાંભળવા માટે હકડેઠઠ મેદની ઉમટી રહી છે. હાર્દિકે ભોપાલના મિસરોદ, ઉજ્જેન અને પ્રોપર ભોપાલમાં સભાઓ કરી હતી. સભામાં લોકોની હાજરી હાર્દિકની લોકપ્રિયતા ગુજરાત બહાર પણ વધી રહી હોવાનું પ્રતિત કરી રહી છે.ચૂંટણી પછી ગુજરાત બહાર પહેલી વાર હાર્દિક પટેલ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા ગયા હતા.

હાર્દિકે કહ્યું કે હજું હું 24 વર્ષનો છુંય લોકો મારા પર વિશ્વાસ મૂકી રહ્યા છે. મારે આ વિશ્વાસ પર ખરો ઉતરવાનો છે. લોકની વાત મૂકવાની છે અને અધિકાર માટે લડત કરવાની છે. ખેડુતોને ભારે હાલાકી છે. ઉજ્જેનમાં મનોહર બેરાગી સાથે પણ હાર્દિકે મંત્રણા કરી હતી.ગણેશસિંહ સોલંકી-સાંસદ ભાજપ, સતના

મીડિયા સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ પ્રચાર કરવામાં આવશે. જો કોઈને મુશ્કેલી હોય તો રોકીને બતાવે. મારું મધ્યપ્રદેશમાં આવવું કોઈને પસદં હોય કે ન હોય પરંતુ ખેડુતો અને યુવાઓ માટે રોજગારને લઈ લડત કરવામાં ક્યારેય પાછીપાની કરવામાં આવશે નહી. હિન્દુ અને મુસ્લિમને લડાવીને રાજકારણ કરતા લોકો દેશનું અહિત કરી રહ્યા છે.

હાર્દિકે છત્રપતિ શિવાજી મહારાજની 388મી જયંતિના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. હાર્દિકે કહ્યું કે વર્ષોથી ખેડુતોની આવક બમણી કરવાના વાયદા કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં કોઈ વધારો થયો નથી. સ્વામી નાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવામાં આવી રહ્યો નથી.સૌથી નવાઈની વાત એ છે કે હાર્દિકની સાથે સભામાં ભાજપના સાંસદ ગણેશસિંહ, પૂર્વ મંત્રી રાજમણી પટેલ, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લતા વાનખેડે, કોંગ્રેસના ધારાસભ્ય કમલેશ્વર પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપના નેતાઓ હાર્દિક સાથે સ્ટેજ શેર કરતા નથી પણ મધ્યપ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ હાર્દિક સાથે સ્ટેજ શેર કર્યું હતું.

ગુજરાત ભાજપના કોઈ પણ નેતા હાર્દિક સાથે બેસવા પણ રાજી નથી ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપના નેતાઓએ છૂટથી હાર્દિક સાથે સ્ટેજ પર દેખા દેતા ગુજરાત ભાજપના નેતાઓ વિમાસણમાં મૂકાઈ ગયા છે આ ઉપરાંત જે નેતાઓએ હાર્દિક સાથે સ્ટેજ શેર કર્યો છે તેમને લઈને ભાજપમાં અનેક પ્રકારની ચર્ચા પણ શરૂ થઈ જવા પામી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here