શાળા બંધનું એલાન : રાજ્યના મહાનગરોમાં મિશ્ર પ્રતિસાદ

0
201
Advertisement
Loading...

બેફામ ફી ઉઘરાવતા શાળા સંચાલકોની મનમાની અને ફી નિયમન કાયદાના અમલ મુદ્દે વાલી મંડળ દ્વારા બંધ અપાયો છે. જો કે તેને અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જ્યારે સુરત સહિતના જિલલાઓમાં વાલી મંડળ દ્વારા અપાયેલા બંધને નહીવત અસર જોવા મળી રહી છે. રાજકોટમાં શાંતિપૂર્ણ રીતે બંધને પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતમાં વાલી મંડળના એલાનનો ફિયાસ્કો થઈ રહ્યો જોવા મળ્યુ છે. વાલીઓ જ વિદ્યાર્થીઓને શાળાએ મુકવા જોતા મળ્યા હતા. તો ભાવનગર અને પાટણમાં શાળાઓ ચાલુ જોવા મળી હતી. સાબરકાંઠામાં બંધને સમર્થન આપતા વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાઓએ મોકલ્યા ન હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓને ગેરહાજરી જોવા મળી હતી.

અમદાવાદમાં અમુક શાળામાં જ બંધની અસર…

બેફામ ફી ઉઘરાવતા શાળા સંચાલકોની મનમાની અને ફી નિયમન કાયદાના અમલ મુદ્દે આજે અપાયેલા બંધના એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદમાં પણ ગણીગાંઠી શાળાઓમાં જ બંધની અસર જોવા મળી રહી છે. કેટલીક શાળાઓએ બંધના પગલે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરી હતી. ઓલ ગુજરાત વાલી મંડળ તેમજ સામાજીક સંગઠનો દ્વારા ગુજરાતભરની શાળાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે બંધ મુદ્દે વાલીઓમાં તડાં પડ્યા છે. જેને પગલે અનેક શાળાઓએ બંધમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણપ્રધાને હૈયાધારણા આપી છે કે રાજ્યભરની તમામ ખાનગી શાળાઓમાં ફી નિયમન કાયદાનો ફરજીયાતપણે અમલ કરાવવામાં આવશે. વાલીઓની માંગણી છે કે તમામ શાળાઓ દ્વારા સરકારના ફી નિયમન કાયદાનો અમલ કરવામાં આવે તેમજ સ્કૂલો દ્વારા વધારાની ફી તાત્કાલિક પરત ચૂકવવામાં આવે, તે માટે કડક ૫ગલા લેવા જોઇએ.

સુરતમાં શાળા બંધના એલાનનો ફિયાસ્કો…

ગુજરાત વાલી મંડળ દ્વારા શાળા બંધના એલાનનો સુરતમાં ફિયાસ્કા જેવી સ્થિતી સર્જાઇ છે. વહેલી સવારથી જ શહેરની મોટાભાગની શાળાઓ કાર્યરત રહી છે. તમામ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા જોવા મળી હતી. શાળાઓમાં વાલીઓ જાતે જ પોતાના બાળકોને મુકવા આવતા જોવા મળ્યા હતા. બંધના એલાનને નહીવત પ્રતિસાદ મળતા સંચાલકો ગેલમાં આવી ગયા હતા. શાળા બંધના એલાનમાં વાલીઓ ન જોડાતા સુરતમાં શાળા સંચાલકોની હિમ્મત વધી છે.

રાજકોટમાં બંધ છતાં વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા…

બીજી તરફ રાજકોટમાં પણ બંધની નહીંવત અસર જોવા મળી રહી છે. મોટા ભાગની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થઇ રહ્યુ છે. ખાનગી સ્કૂલોમાં શાંતિ પૂર્ણ માહોલમાં ચાલુ રહી છે. તો ધોરણ 1 થી 7માં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. મોંઘી ફી મામલે રાજકોટમાં શાંતિ પૂર્વક વિરોધ અને બંધ છતાં મોટા ભાગની સ્કૂલો રાબેતા મુજબ ચાલી રહી છે.

વડોદરામાં શાળા ચાલુ રહેતા વાલીઓએ મચાવ્યો હંગામો…

વડોદરામાં પણ શાળા બંધના એલાનની મિશ્ર અસર જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન કારેલી બાગમાં આવેલી અંબે વિદ્યાલયમાં વાલીઓએ હંગામો મચાવ્યો છે. શાળામાં પરીક્ષા ચાલી રહી છે. અને શાળા બહાર વાલીઓએ હંગામો મચાવ્યો છે. વડોદરામાં સ્કૂલ વર્ધીના વાહનો દ્વારા પણ બંધના એલાનને ટેકો અપાયો છે. તો અનેક વાલીઓએ રાબેતા મુજબ વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here