સૌરાષ્ટ્રમાં બીજા દિવસે વરસાદ, જસદણમાં ૨ કલાકમાં ધોધમાર ૧ ઇંચ

0
93
Advertisement
Loading...

ગઇકાલથી જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી છે. ત્યારે આજે બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. જસદણ પંથકમાં વહેલી સવારે ૨ કલાકમાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. એક ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી બની ગયા હતો.

રાજકોટ આસપાસના વિસ્તારોમાં ઠંડા પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જસદણ શહેર ઉપરાંત આટકોટ, મોટા દડવા, ખારચીયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઇકાલે જસદણ પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતો વાવણી કરવા ખેતરે ગયા હતા. પરંતુ ધોધમાર વરસાદથી વાવણી કર્યા વગર પરત ફર્યા હતા. બીજી તરફ ઉના અને દીવમાં પણ ગત મોડી રાતથી ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી છે. આથી લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વેરાવળમાં પણ સવારથી મેઘરાજાનું આગમન થયું છે.

રાજકોટમાં પણ વરસાદી ઝાપટુ વરસી પડતા લક્ષ્મીનગર નાલામાં પાણી ભરાયું હતું. આ નાલામાં દર વર્ષે પાણી ભરાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. આથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here