સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૭ દિવસમાં ૪૩ સે.મી. ઘટી!!!

0
260
sardar-sarovar-dams-water-level-falling-43-cm-in-17-days
Advertisement
Loading...

ગાંધીનગર, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૭ દિવસમા ૪૩ સેન્ટીમીટર જેટલી ઘટીને ૧૧૧.૦૭ મીટર સુધી નીચે જતી રહી છે. સરદાર સરોવરમા પાણી લાઇવ સ્ટોરેજ હવે ૪૯.૨ મિલિયન કયુબીક મીટર છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી હજુ ૪૩ સેન્ટીમીટર જેટલી ઘટે તો ઇરિગેશન બાય પાસ ટનલના ગેટ ખોલવા પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.આ વર્ષ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમા ઓછા વરસાદના કારણે નર્મદા ડેમ પર જોઇએ તેટલી પાણીની આવક થઇ ન હતી. જેના કારણે ગુજરાતને મળવા પાત્ર પાણીમાંથી ૪૦ ટકા જેટલુ ઓછુ પાણી મળ્યુ હતું.

આ બધી પરિસ્થિતિના કારણે ગુજરાત સરકારે અગમચેતીના ભાગ રૃપે નર્મદા ડેમનુ પાણી સિંચાઇ એટલે કે ખેતી માટે નહિ આપવાની જાહેરાત કરી દીધી હતી. આ ખેડુતો નર્મદા કેનાલનુ પાણી લેતા હોઇ અને ખેડુતોને ઉનાળુ પાકનુ વાવેતર નહી કરવા જણાવ્યુ હતુ. ત્યારે બીજી તરફ નર્મદા ડેમની જળસપાટી સતત ઘટી રહી છે. આ મહીનામા જ નર્મદા ડેમની જળસપાટી ૪૩ સેન્ટીમીટર જેટલી જળસપાટી ઘટી ગઇ છે. આજે તો નર્મદા ડેમની ૧૧૧.૦૭ મીટર સુધી નીચે જતી રહી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી હાલમા ઘટી રહી છે જે જણાવે છે કે, ગુજરાત સરકાર નર્મદા ડેમની જળપસાટી ને લઇ જે ચિંતામાં હતી તે સાચી ઠરતી જણાય છે. કારણ કે હજુ તો ઉનાળાની શરૃઆત બરાબર થઇ નથી અને ફેબ્રાઆરી મહીનો ચાલે છે. તેવામા નર્મદા ડેમની જળસપાટી ૧૧૧.૦૭ મીટરે પહોચી ગઇ છે. ડેમ પર પાણીની આવક આજે ૫૨૫૯ કયુસકે છે. નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી ૬૦૫ કયુસકે પાણી છોડવામા આવી રહયુ છે.

મુખ્ય કેનાલમાંથી ૮૨૦૦ કયુસેક પાણી છોડવામા આવી રહયુ છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ફેબ્રઆરી મહિનાની શરૃઆતમા ૧લી ફેબ્રઆરીએ ૧૧૨.૫૦ મીટર હતી. જે ૧૭ ફેબ્રઆરીએ ૧૧૧.૦૭ મીટર થઇ ગઇ છે. એટલે કે ૧૭ દિવસના ટુકાગાળામા ડેમની જળસપાટી ૪૩ સેન્ટીમીટર (દોઢ ફૂટ) જેટલી ઘટી ગઇ છે. એટલે જો હવે બીજા ૪૩ સેન્ટીમીટર જળસપાટી ઘટી જાય તો ઇરિગેશન બાય પાસ ટનલના ગેટ ખોલવા પડશે. તેમાં સારી વાત એ છે કે, ઇરીગેસન બાય પાસ ટનલ એકદમ તૈયાર છે અને તે સંપુર્ણ કાર્યરત થાય તેવી સ્થીતિમા છે. જેની ચકાસણી તાજેતરમા રાજયના મુખ્ય સચિવ જે .એન. સીંઘ કરી ગયા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here