અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ હિંસક બની, 12 બસોમાં કરાઈ તોડફોડ

0
169
Advertisement
Loading...

આજે અમદાવાદના રીક્ષાચાલકો અને લારી-પાથરણાવાળાઓ હડતાળ પર ઉતર્યા છે. રીક્ષા હડતાળને પગલે લોકોને હલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સરસપુર અને સાણંદમાં રીક્ષામાં તોડફોડ કરી ચાલુ રીક્ષાઓ બંધ કરાવવામાં આવી હતી. ઉપરાંત ચાંદલોડિયા, ગોમતીપુર, અસારવા વગેરે વિસ્તારોમાં અેઅેમટીઅેસની બસના કાચ તોડવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં 12 બસોમાં તોડફોડ કરાઈ છે. રીક્ષાચલાકોના યુનિયનમાં પણ ભાગલા પડ્યાં છે. ઘણા રિક્ષાચલકો સાથે મારામારી થયા હોવાના પણ બનાવો બન્યા છે. રિક્ષાચાલકો વચ્ચે પણ ઘર્ષણ થયું છે.

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ હિંસક બની છે. રિક્ષા ચાલકોએ શહેરનો ગોમતીપુર અને ચાંદલોડિયા વિસ્તારમાં એક-એક બસની તોડફોડ કરી છે. શાહીબાગમાં 3 બસમાં તોડફોડ કરવામાં આવી છે. હોલી ચકલા પાસે સાત જેટલી બસમાં તોડફોડ કરવામાં આવી છે. અમદાવાદમાં આજે રિક્ષા ચાલકો દ્વારા વિવિધ માગો સાથે હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળના કારણે મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. આજે શહેરમાં રિક્ષા ચાલકોએ એક દિવસની હડતાળનું એલાન કર્યુ છે. જેના કારણે સવારથી લોકોની પરેશાનીમાં વધારો થયો છે. શહેરના મણિનગર વિસ્તારમાં રિક્ષાની હડતાળના કારણે અનેક લોકો અટવાયા હતા.

તો શહેરના સૌથી વધુ કાર્યરત રહેતા કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો પણ હડતાળમાં જોડાયા હતા. હડતાળ દરમીયાન શહેરમાં કેટલાંક વિસ્તારોમાં રીક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. હેલમેટ સર્કલ વિસ્તારમાં મુસાફરો લઇ જતી રીક્ષાને અન્ય હડતાળીયા રીક્ષા ચાલકોએ રોક્યા હતા. જ્યાં રીક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જો કે રિક્ષા યુનિયનોમાં આ હડતાળને લઇને ભાગલા પડ્યા છે.

ત્રણ રીક્ષા યુનિયનો આ હડતાળમાં નથી જોડાયા. રીક્ષા ચાલકોની હડતાળ દરમિયાન સ્કૂલ રિક્ષા રાબેતા મુજબ ચાલુ રહી છે. ઓટો રિક્ષા ચાલકોના એસોસિયેશને શહેરની ૨ લાખ ઓટો રિક્ષા માટે રિક્ષા સ્ટેન્ડ આપવાની મુખ્ય માંગણી સાથે હડતાળનુ એલાન કર્યુ છે. રીક્ષાચાલકોને પોલીસ દ્વારા પણ ખોટી હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here