વડોદરામાં પાણીપુરીના વેચાણ પર આજથી પ્રતિબંધ ? જાણો કેમ

0
147
Advertisement
Loading...

વડોદરામાં આજથી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મુકવા આવ્યો છે.. અત્યંત ગંદકીથી ખદબદતા વિસ્તારમાં તૈયાર કરવામાં આવતા પાણીપૂરીના ઉત્પાદકોને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે શહેરમાં વિવિધ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરીને નોટિસો ફટકારી હતી.

વડોદરાના વિવિધ વિસ્તારમાં વીએમસીની ટીમે દરોડા પાડીને અખાદ્ય તેલમાંથી બનાવેલી પુરી, ગંદુ પાણી લઇને બનાવેલ પાણી પૂરીનું પાણી, સળેલા બટાકા, ચણા વગેરે હજારો કિલો જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકીથી ખદબદી રહી હતી, તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઇ ન શકાય તેવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here