AMTS બસમાં મહિલાઓ માટેની રિઝર્વ સીટ માત્ર કાગળ પર.

0
168
Reserve seat for women in AMTS bus only on paper
Advertisement
Loading...

અમદાવાદ,આજના તારીખ ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પણ શહેરની જાહેર પરિવહન સેવામાં કફોડી હાલત વેઠીને હજારો મહિલા ઉતારુઓ મુસાફરી કરી રહી છે. એએમટીએસની વાત કરીએ તો શાસકોની એએમટીએસની બસમાં મહિલા બેઠક આરક્ષણની જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે.

એએમટીએસના શાસકોએ ગત વર્ષનાં બજેટમાં પ્રત્યેક બસની ૩૩ ટકા બેઠક મહિલા ઉતારુ માટે આરક્ષિત જાહેર કરી હતી. તંત્ર દ્વારા રોડ ઉપર ૭પ૦ બસો મુકાય છે. જેનો આશરે પ.૭પ લાખ ઉતારુ લાભ લેતા હોઇ તેમાં ૧ થી ૧.પ૦ લાખ ઉતારુ મહિલા છે. મહિલા ઉતારુઓમાં ખાસ કરીને વિદ્યાર્થિનીઓની સંખ્યા નોંધપાત્ર છે.
પરંતુ આઘાતજનક બાબત એ છે કે ૩૩ ટકા મહિલા બેઠક આરક્ષણનો ફિયાસ્કો થયો હોવા છતાં સત્તાધીશોને લેશમાત્ર ફરક પડ્યો નથી અને નવા બજેટમાં પ૦ ટકા બેઠકને મહિલા અનામત જાહેર કરાઇ છે. તેમ છતાં પિક અવર્સમાં મહિલા ઉતારુઓને ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે.

ભાગ્યે જ કોઇ બસના ડ્રાઇવર કે કંડકટર મહિલા આરક્ષિત બેઠક પર બેઠેલા પુરુષ ઉતારુને બેઠક પરથી ઉઠાડવાની તસદી લેતા હોય છે. આવી જ કફોડી હાલત બીઆરટીએસ બસની મહિલા ઉતારુઓની છે. બીઆરટીએસ બસમાં પણ મહિલા બેઠક પર બિન્ધાસ્ત પુરુષ ઉતારુ બેઠેલા જોવા મળે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here