ખોડલધામના નરેશ પટેલના પુત્રના રીશેપ્શનમાં કઈ હસ્તીઓએ આપી હાજરી ?જાણો

0
708
Advertisement
Loading...

રાજકોટઃ શિવરાજ અને ચાર્વીએ પ્રભૂતામાં પગલા પાડ્યા બાદ રાજકોટમાં તેમનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં મુખ્યમંત્રી રૂપાણી, શિક્ષણમંત્રી ચૂડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.સાથે જ સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહી હતી. નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે. ગત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા ગજાના રાજકીય નેતાઓએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી. ચાર્વીના પિતા કિશોરભાઇ ફિઝીયોથેરાપી ડોક્ટર છે.

ખોડલધામના નરેશભાઈ રવજીભાઈ પટેલ અને શાલીનીબેન પટેલના શિવરાજના શુભલગ્ન ધોરાજીના ડો. કિશોરભાઈ કાનજીભાઈ વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે ઉદયપુરના સીસારમાં આવેલા ફતેહગઢ પેલેસમાં રજવાડી ઠાઠ સાથે સંપન્ન થયા હતા. આ પ્રસંગે ચાર દિવસના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત આજે શહેરના નાનામૌવા રોડ પરના સત્યમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીસેપ્શન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ હાજર રહી નવદંપતિને શુભ-આશિષ આપ્યા હતા.

ઉદયપુરના સીસારમાં આવેલા ફતેહગઢ પેલેસમાં રજવાડી ઠાઠ સાથે શિવરાજ અને ચાર્વીના ભવ્ય લગ્ન યોજાયા હતા. ચાર દિવસના આ લગ્નમાં પ્રથમ દિવસે રાજકોટના ઓરકેસ્ટ્રા ગ્રુપે જૂના ગીતો પીરસી સંગીતપ્રેમીઓને ડોલાવ્યા હતા. બીજા દિવસે મહેંદી સેરેમનીમાં આયોજીત ગઝલના કાર્યક્રમમાં રાજસ્થાનના વિખ્યાત ગઝલકારે જમાવટ કરી હતી. આ પ્રસંગે સમગ્ર ફતેહગઢ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. લગ્નની રાત્રીના ભવ્ય ડાંડીયારાસનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ખાસ વિન્ટેજ કારમાં રજવાડી બેન્ડવાજા સાથે નીકળેલો શિવરાજનો ભવ્ય વરઘોડો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ વરઘોડો નિકળ્યો ત્યારે ખુદ નરેશ પટેલ પણ પત્ની સાથે નાચી ઉઠ્યા હતા.

આ ભવ્ય લગ્ન સમારોહમાં રાજસ્થાનના પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફુલભાઈ પટેલ તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા તેમજ ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદયપુર ખાતે આ ભવ્ય લગ્ન પ્રસંગ સંપન્ન થયા બાદ ગુરૂવારે સાંજે રાજકોટના નાનામૌવા રોડ પર આવેલા સત્યમ પાર્ટી પ્લોટ ખાતે શિવરાજ અને ચાર્વીનું ભવ્ય રીસેપ્શન યોજાયું હતું. જેમાં વિવિધ સમાજના આગેવાનો, ખોડલધામ ટ્રસ્ટી મંડળના સભ્યો, શહેરના નામચીન ઉદ્યોગપતિઓ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ હાજર રહી નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી.

નોધનીય છે કે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના ઉદયપુરના સીસારમાં આવેલા ફતેહગઢ પેલેસમાં લગ્ન યોજાયા હતા. હાલ નરેશ પટેલ સહિત પરિવારજનો ઉદયપુરમાં હતાં

શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કિશોરભાઇ કાનજીભાઇ વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થયા હતાં. ત્યારે પુત્રના લગ્નમાં નરેશ પટેલે પત્ની સાથે ડાન્સ કર્યો હતો.

શિવરાજ અને ચાર્વીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. લગ્નને લઈને ફતેહગઢ પેલેસના પ્રાંગણમાં લગ્નસ્થળને શણગારવામાં આવ્યો હતો. તેમજ શિવરાજનો વરઘોડો વિન્ટેજ કારમાં નીકળ્યો હતો.

શિવરાજ અને ચાર્વી પ્રભૂતામાં પગલા પાડ્યા બાદ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.

જેમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે. નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે. ચાર્વીના પિતા કિશોરભાઇ ફિઝીયોથેરાપી ડોક્ટર છે.

ઉદેયપુરના ફેતેહગઢ પેલેસના પ્રાંગણમાં શિવરાજ અને ચાર્વી લગ્નગ્રંથીથી જોડાયા હતાં જ્યાં ખાસ મહેમાનોને બોલાવવામાં આવ્યા હતાં.

લગ્નને લઈને ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે નરેશ પટેલ તેમની પત્ની સાથે ઝૂમ્યા હતાં જ્યારે વિન્ટેજ કારમાં વરઘોડો નિકળ્યો હતો.

ચાર્વી અને શિવરાજના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો જોતાં એવું લાગી રહ્યું છે કે શિવરાજના લગ્ન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here