રક્ષાબંધનના દિવસે ટ્રાફિક પોલીસે કેવી અનોખી રીતે લોકો પાસે નિયમનું પાલન કરાવ્યું

0
203
Advertisement
Loading...

રક્ષાબંધનના પવિત્ર પર્વે ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઇ. જેમાં જે લોકોએ કાયદાનું ઉલ્લંધન કર્યું હોય તે લોકોને દંડ નહીં પરંતુ રાખડી બંધાવીને નિયમો પાલન કરવાના સોગંદ લેવડાવાયા હતા. અમદાવાદના પાલડી ચાર રસ્તા પાસે ટ્રાકિક પોલીસે અલગ જ મુહિમ હાથ ધરી જેમાં સીટ બેલ્ટ, હેલ્મેટ જેવા નિયમના ભંગ બદલ વાહન ચાલકને દંડ નહીં પરંતુ રાખ઼ડી બાંધવામાં આવી. સાથે નિયમ પાલનના શપથ લેવડાવાયા હતા.

તો બીજી તરફ યુવતી દ્વારા પોલીસ અધિકારીને રાખડી બાંધવામાં આવી હતી. ભાઇ-બહેનના પવિત્ર અવસરે ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી મુહિમનો પોલીસને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

એક તરફ ટ્રાફિકના નિયમોને લઇને કડક છાપ ધરાવતી ટ્રાફિક પોલીસ દ્વારા નરમ વલણ અપનાવીને લોકોમાં પોલીસ પ્રત્યેનો જે ડર હતો તે ઓછો કર્યો છે. સાથે ટ્રાફિક નિયમો પાળીને સૌ કોઇને ટ્રાફિક નિયમ પાળવા માટે જાગૃત કરવા આહવાન કર્યું હતું.

મહત્વનું છે વાહન ચાલકોએ પોલીસના આ પગલાનો ખૂબ જ પ્રતિસાદ આપ્યો છે. અને પોલીસ દ્વારા ટ્રાફિક રૂલ્સ ન પાળતા લોકો માટે જે મુહિમ હાથ ધરવામાં આવી હતી.

તેનો લોકોએ સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસ લોકોની રક્ષા કરવા માટે હંમેશા તત્પર હોય છે. પરંતુ સમાજમાં અનેક એવા લોકો છે જે પોલીસની છાપને બગાડી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here