જીજ્ઞેશ મેવાણીને કોણે આપી ચીમકી ? શું આપ્યું અલ્ટિમેટમ ? જાણો

0
223
Advertisement
Loading...

દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રાજપૂત સંગઠને ચિમકી આપી છે અને માફી માંગી ખુલાસો કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. રાજપૂત સંગઠન દ્વારા ચિમકી આપવામાં આવી છે કે, જીગ્નેશ મેવાણી માફી નહીં માગે તો લુણાવાડામાં તેની સભા કે રેલી થવા દેવાશે નહીં.

આ અંગેની વિગતો એવી છે કે, જીગ્નેશ મેવાણી આવતી કાલે એટલે કે 13 જાન્યુઆરીએ મહિસાગરના લુણાવાડા ખાતે જવાનો છે. ત્યારે જિલ્લાના રાજપૂત સંગઠન મહાકાલ સેના દ્વારા કલેક્ટરને આવદેનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જીગ્નેશ મેવાણી માફી માંગી ખુલાસા નહીં કરે તો આવતી કાલે સભા કે રેલી નહીં કરવા દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here