રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક! દુકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી

0
153
Rajkot broke into the shop and looted the robbery
Advertisement
Loading...

રાજકોટમાં છાશવારે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે કરિયાણાના એક વેપારી પર લુખ્ખા તત્વે તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવી માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. તેમજ ૧૨૦૦ રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામનાથપરા વિસ્તારમાં ગઇકાલે લુખ્ખા તત્વે તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યો હતો. કરિયાણાના વેપારી પર હુમલો કરી તોડફોડ કરી હતી. જેમાં શખ્સના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય તે સીસીટીવીમાં દેખાય છે. કરિયાણાના વેપારી દ્વારા જૂનો હિસાબ ચૂકતો કરવાનું કહેતા મેહમુદ કાદરી નામનો શખ્સ વિફર્યો હતો અને વેપારીને મારવા લાગી દુકાનમાં તોડફોડ કરી હતી. તેમજ ૧૨૦૦ રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. વેપારીએ આ અંગેની ફરિયાદ પોલીસમાં કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here