હાર્દિક પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે કર્યો સૌથી મોટો ખુલાસો ? જાણો

0
795
Advertisement
Loading...

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષમાં ખુલ્લેઆમ પ્રચાર કરનારા પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પસંદ તો કરે છે પરંતુ તેમને પોતાના નેતા ગણતા નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષમાં ખુલ્લેઆમ પ્રચાર કરનારા પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પસંદ તો કરે છે પરંતુ તેમને પોતાના નેતા ગણતા નથી. તેમણે પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવાની વકિલાત કરી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતાએ જાહેરાત કરી કે યોગ્યતા મુજબ 25 વર્ષ થયા બાદ પણ તે આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે ચૂંટણી લડતા તેમને કોઈ રોકી શકે નહીં પરંતુ તે પોતે જ ચૂંટણી લડવા માંગતો નથી. હાર્દિકે કહ્યું કે તે જનતા વચ્ચે જઈને કામ કરશે અને જનતાના મુદ્દાઓને સમજશે.

હાર્દિક મુંબઈના કાર્યક્રમમાં સચિન પાઈલોટ, મહારાષ્ટ્ર ના કોંગ્રેસ કાલ ના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ચૌહાણ સાથે દેખાયો હતો, હાર્દિક ની સાથે કોંગ્રેસ ના નેતા અને OBC- ઠાકોર સેના ના અલ્પેશ ઠાકોર પણ દેખાયા હતા. અહિયાં તેણે કોંગ્રેસ ના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજાવ્યો હતો.

હાર્દિક પટેલે મુંબઈમાં એક સમારોહમાં કહ્યું કે હું રાહુલ ગાંધીને વ્યક્તિગત સ્તરે પસંદ કરું છું પરંતુ હું તેમને મારા નેતા તરીકે ગણતો નથી. કારણ કે તેઓ મારા નેતા નથી. ગુજરાતમાં પાટીદાર સમુદાયને અનામત માટે આંદોલન કરી રહેલ હાર્દિક પટેલે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળીને કામ કર્યુ હતું.

હાર્દિકે દાવો કર્યો કે કોંગ્રેસે તેમના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યું. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી. હાર્દિકે કહ્યું કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના પ્રતિનિધિઓની પૂરી સંખ્યા જોઈને ખુશી થાય છે. હવે તેઓ ગુજરાતના લોકોનો અવાજ પૂરા વિશ્વાસ સાથે ઉઠાવી રહ્યાં છે. ચૂંટણી લડવાના સવાલ પર હાર્દિકે કહ્યું કે અત્યારે તો તે જનતાના પ્રશ્નોને બરાબર સમજવા માંગે છે. પહેલા જનતા શું ઈચ્છે છે તે સમજી લઉ અને ત્યારબાદ રાજકારણમાં હાથ અજમાવીશ.

હાર્દિક ના આ નિવેદન પરથી પાક્કું છે કે તે ૨૦૧૯ સુધીમાં અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ની જેમ ચુંટણી લડશે

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here