ભારત બંધ: 10 રાજ્યોમાં હિંસા; 14 લોકોના મોત, MPમાં સૌથી વધુ અસર

0
199
Advertisement
Loading...

એસસી-એસટી કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડ પર સુપ્રીમકોર્ટના પ્રતિબંધના વિરોધમાં સોમવારે દલિત સંગઠનોએ 12 રાજ્યોમાં ભારે હિંસા, તોડફોડ કરી અને આગ લગાડી. આ હિંસામાં 14 લોકો માર્યા ગયા. પોલીસ કર્મચારીઓ સહિત 150થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જ્યારે અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં 101 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સ્વયંભૂ રીતે તાળું મરાયું હતું. જો કે પોલીસે આવીને તાળું તોડી 1 કલાકમાં જ આશ્રમ ફરી ખોલી નાખ્યો હતો. વડોદરામાં ઠેર-ઠેર ચક્કાજામ કરાયો હતો. દુમાડ ચોકડી પર ટાયરો સળગાવી દેવાતાં વાહન વ્યવહાર ખોરવાયો, વાહન વ્યવહાર ખોરવાતાં પોલીસે છ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. 12 રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મધ્યપ્રદેશમાં 7 લોકો માર્યા ગયા હતા, ઉ.પ્ર.માં 2, રાજસ્થાનમાં 1 અને બિહારમાં 4 લોકો મોતને ભેટ્યા હતા.

1. રાજસ્થાન: બાડમેરમાં દલિત સંગઠનો અને કરણી સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં 25 લોકો ઘાલ થયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં કરણી સેના બંધના સમર્થનમાં ઉતરી હતી, જેનો દલિત સંગઠને વિરોધ કર્યો હતો. બીજી બાજુ ભરતપુરમાં મહિલાઓએ હાથમાં લાકડી લઈને રોડ-રસ્તા ઉપર વિરોધ નોંધાવ્યો હતો. અલવરમાં એક મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે ખેર્થલમાં થયેલી હિંસામાં એક પ્રદર્શનકાર્તાનું મોત થયું છે. પુષ્કરમાં ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશ: ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં વધારે હિંસા થઈ છે. ગ્વાલિયરમાં હિંસામાં 3 લોકોના મોત થયા છે. ટોલ પ્લાઝામાં પણ તોડ-ફોડ કરવામાં આવી છે. રસ્તા ઉપર વાહન સળગાવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભિંડના મહેગાંવ અને ગોહદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મધ્યપ્રેદશના ઇન્દોર, સિવની, રતલામ, ઉજ્જૈન, ઝાબુઆ અને જબલપુરમાં બંધને મિશ્ર પ્રતિસાર મળ્યો છે.

3. પંજાબ: દરેક સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્ક બંધ કરી દેવામાં આવી છે. સીબીએસઈની 10માં અને 12માં ધોરણની એક્ઝામ પાછી ઠેલવામાં આવી છે. રાતે 11 વાગ્યા સુધી બસ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાબળોએ 12 હજાર વધારાનું સૈન્ય સુરક્ષા માટે તહેનાત કર્યું છે.

4. બિહાર: મધુબની, આરા, ભાગલપુર અને અરરિયામાં ટ્રેનો રોકવામાં આવી. મોતિહારીમાં તોડફોડ. વૈશાલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા એમ્યુલન્સ રોકવામાં આવી. માતા ઘણી બુમો પાડતી રહી પણ પ્રદર્શનકારીઓએ રસ્તો ન આપતા એક નવજાત બાળકનું મોત થયું.

5. ઉત્તર પ્રદેશ: મેરઠ, ગોરખપુર, સહારનપુર, હાપુડ, બિજનૌર, મુઝફ્ફરનગર, મથુરા અને આગરા સહિત ઘણાં જિલ્લા પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો હતો. મથુરા, હાપુડ અને મેરઠમાં પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ સાથે વાહનો અને પોલીસ સ્ટેશનમાં પણ આગ લગાડવામાં આવી હતી. ઓગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

6. ઓરિસ્સા- પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી.

7. ઝારખંડ- રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી. પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજારો બંધ કરાવ્યા હતા. રાંચીમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જમશેદપુરમાં એક ટ્રકમાં આગ લગાવવામાં આવી હતી.

8. ગુજરાત: સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ અને અમદાવાદમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા, બસોમાં તોડફોડ કરી અને વિવિધ જગ્યાએ આગ લગાડવામાં આવી.

9. હરિયાણા: નેશનલ હાઈવે-1 બંધ કરી દેવામાં આવ્યો. કૈથલમાં રોડવેઝ ડેપોમાં ઘુસી ગયા હતા. અહીં ટીકિટ કાઉન્ટર પર તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ એક ટ્રેન એન્જિન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુસેલ પણ છોડ્યા હતા.

10. છત્તીસગઢ: રાજ્યમાં દવાની દુકાનોને બાદ કરતા આખુ બજાર બંધ કરાવવામાં આવ્યું છે. ઘણાં જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજાર બંધ રખાવ્યા હતા. અહીં હિંસાની કોઈ માહિતી મળી નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here