પાટણ વિવાદ મામલે રાજકારણ ગરમાયું, પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો કર્યો ઇન્કાર

0
276
Advertisement
Loading...

પાટણ કલેક્ટર કચેરીની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરીને દલિત આગેવાન ભાનુભાઇ વણકરનું શુક્રવારે મોડી રાતે મોત થયું હતુ, જે પછી આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા પછી પરિવારજનોની જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી લાશને લેવાનો ઇન્કાર કર્યુ હતો. બીજી બાજુ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ ન્યાય આપવા મુદ્દે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

વિપક્ષના નેતા પરેશ ઘાનાણીએ ભાનુભાઇના આત્મવિલોપનના મામલે નિવેદન આપ્યુ કે, ”આ મામલે સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જોઇએ અને વિપક્ષ આ મામલો વિધાનસભામાં જરૂરથી લાવશે.”

પાસના કન્વીયર હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ કે, ભાનુભાઇના પરિવારને ન્યાન મળવો જોઇએ. ભવિષ્યમાં આવી ઘટના કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે થઈ શકે છે. જિજ્ઞેશે ગુજરાતના તમામ સમાજોને ભાનુભાઈના પરિવારજનોને ટેકો આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી.

દલિત નેતા અને વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે, દલિતોને સરકાર માત્ર કાગળ પર જ જમીન ફાળવે છે. પ્રધાનમંત્રી મોદી પર પણ નિશાન તાકતા જિગ્નશે કહ્યું હતું કે, ”નાની-નાની વાતોમાં ટ્વીટ કરતા પ્રધાનમંત્રી ભાનુભાઈ જેવા સંનિષ્ઠ દલિત કાર્યકર્તાના મોત પર કેમ ચૂપ છે? ”તેમણે એમ પણ કહ્યું હતું કે, ”મૃતકના પરિવારજનોની માગણી બિલકુલ વાજબી છે અને તેમણે પોતાના હક્કો માટે લડવા નીતિ બનાવી છે, જેને તેનો સંપૂર્ણ ટેકો છે.”

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમગ્ર ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓને સરકાર રાતોરાત હજારો એકર જમીન ફાળવી દે છે, પરંતુ દલિતોને પોતાના હક્કની જમીન 40-40 વર્ષોની લડાઈ પછી પણ નથી મળતી. પીએમ મોદી પર પણ સીધો આક્ષેપ કરતા ઠાકોરે કહ્યું હતું કે, પોતાને પછાત ગણાવતા પીએમ આ મામલે ચૂપ કેમ છે?

ત્યારે બીજી બાજુ, ઉંઝામાં દલિત સમાજે બંધનું એલાન કરીને રસ્તાઓ પર ચક્કાજામ કર્યો છે.રોષે ભરાયેલા દલિતોએ આજે ઊંઝા હાઈવે પર ધરણા શરુ કરતા હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવેની બંને તરફ પાંચ કિલોમીટરથી પણ લાંબી વાહનોની લાઈનો લાગી છે. વિરોધ પ્રદર્શનમાં દલિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી, અને તેમણે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here