પ્રવીણ તોગડીયાને મળ્યા હાર્દિક, PM અને અમિત શાહ પર આકરા આરોપ

0
209
Advertisement
Loading...

પાસના નેતા હાર્દિક પટેલ 26મી જાન્યુઆરીને પ્રજાસતાક દિવસે દિલ્હીમાં ધામા નાખશે. હાર્દિક પટલે સેના દિવસે સૈનિકોને સલામ કરતું ટ્વિટ કર્યુ હતું, તેમજ તેઓ પ્રવીણ તોગડિયાને મળવા હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. સાથે સાથે એ બાબતનું સમર્થન કર્યું હતું કે, તેઓ પ્રજાસતાક દિવસે મુંબઇમાં ‘બંધારણ બચાવો’ પદયાત્રામાં ભાગ લેશે. હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ફરથી અનામતની લડત સક્રિય બનાવી છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મારું ભારત છે અને આપણા બધાનું ભારત રાખવું છે તો બધાએ અવાજ ઉઠાવવો પડશે. દૂરથી જોતા રહેશે તો ખોટા લોકો આપણા પર રાજ કરશે. હું દમ લગાવીને બોલીશ અને સત્યના આધારે બોલીશ. હાર્દિક પટેલ ઉપરાંત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રવીણ તોગડીયા સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, હું પ્રવીણ તોગડીયાના અનેક મુદ્દાઓ સાથે સંમત નથી, પરંતુ એક વાત સાથે હું સંમત છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ષડયંત્ર ઘડી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ આઇપીએસ ઓફિસર ડીજી બંજારા પણ પ્રવીણ તોગડીયાની મુલાકાત કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here