સુરતઃ કાપોદ્રામાં સ્પામાં ગ્રાહકો સાથે રંગરેલિયા કરતા હતા ને પોલીસ ત્રાટકી

0
1550
Advertisement
Loading...

શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. પોલીસે કોમ્પ્લેક્ષની 403 નંબરની દુકાનમાં ચાલતાં સ્પામાં રેડ કરીને ચાર લલનાઓ અને ત્રણ ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રહેણાંક વિસ્તામાંથી સેક્સ રેકેટ ઝડપાતા લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, કાપોદ્રાના સાવલિયા સર્કલ પાસે આવેલા કોમ્પલેક્ષની 403 નંબરની દુકાનમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું.

આ અંગે કાપોદ્રા પોલીસે બાતમીને આધારે આજે રેડ કરતાં ચાર લલનાઓ અને ત્રણ ગ્રાહકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે રેડ કરતાં મોટી માત્રામાં કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા. સ્પામાં પોલીસ ત્રાટકતાં લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

રહેણાંક વિસ્તારમાં સેક્સ રેકેટ ઝડપાતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here