ખંભાળિયામાં જિલ્લા ભાજપ પ્રમુખના પુત્રનો ગાડી રોકવા બાબતે પોલીસ કર્મી પર હુમલો

0
133
Advertisement
Loading...

ખંભાળિયા શહેરના નાક સમા નગર ગેઈટ જેવા ટ્રાફિકથી ધમધમતા પોઈન્ટ પર દ્વારકા જિલ્લા ભાજપના પુત્રએ ફરજ પરના પોલીસ કર્મીને ગાડી રોકવા બાબતે બોલાચાલી કરી પોલીસ કર્મી પર હુમલો કરતા નાકના ભાગે ઈજા થવા પામી હતી. ઘટનાને લઈ તાત્કાલીક પોલીસ કાફલોદોડી આવી ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં સાંજના ૭ વાગ્યાના સમયે ટ્રાફિક પોઈન્ટ પર ઉભેલા પોલીસ કર્મીઓ તેમની ફરજ બજાવી રહયા હતા તે સમયે ત્યાંથી જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાનો પુત્ર પોતાની કાર ચાલુ મોબાઈલની વાતચિત સાથે ચલાવતા ફરજપરના પોલીસ કર્મીએ રોકતા ભાજપ પ્રમુખના પુત્રએ રોફ જમાવી પોતાની ઓળખ બતાવી હતી ટ્રાફિક ફરજ પર ઉભેલા પોલીસ કર્મી વિરપાર લુણાએ નિયમભંગ કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી હુમલો કરતા ફરજ પરના અન્ય ટ્રાફિક પોલીસ કર્મીઓ છોડાવવા માટે વચ્ચે પડયા હતા. પરંતુ ઉશ્કેરાયેલા ભાજપ પ્રમુખના પુત્રએ ટ્રાફિક પોલીસ કર્મીને માર મારતા તેમને નાકના ભાગે ગંભીર ઈજા થતા લોહી વહ્યું હતું.

આથી ભોગ બનનાર ટ્રાફિક કર્મીને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાસે આવેલ એસઓજી પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટના અંગે એએસપી પ્રશાંત સુમ્બેને જાણ થતાં તે પણ દોડી આવી ભાજપના પ્રમુખના પુત્ર વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરવા માટે કાર્યવાહી હાથ ધરી ભોગબનનાર ટ્રાફિક પોલીસ કર્મી વિરપાર લુણાએ ભાજપ પ્રમુખના પુત્ર પ્રભાત કાળુભાઈ ચાવડા વિરુધ્ધ ફરજ રૃકાવટ સહિતની ફરીયાદ નોંધાવી હતી. આ અંગેની આગળની તપાસ એએસપી પ્રશાંત સુમ્બે દ્વારા ચલાવવામાં આવી રહી છે.(જી.એન.એસ)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here