સરકારી જમીન ગેરકાયદેસર રીતે વેચાણ કરી ઠગાઇ કરનાર સામે પોલીસ ફરીયાદ.

0
216
Police Complaint Against Illegal Selling Government Land
Advertisement
Loading...

યાત્રાધામ અંબાજી નજીક આવેલ કુંભારીયા તા.દાંતાના સ.નં.૧૯૧/૧ પૈકીની તથા સ.નં.૧૨૯ અ પૈકી ૧, સ.નં.૧૧૭ પૈકીની તથા મોજે.કોટેશ્વર તા.દાંતાના સ.નં. ૬૨ પૈકીની જમીનો રેકર્ડ ઉપર હાલે શ્રી સરકાર સદરે ચાલે છે તે જમીનમાં અમુક ઇસમોએ બિન પરવાનગી દબાણ કરી દુકાનો તથા રહેઠાંક મકાનો બનાવવામાં આવેલ હોવા બાબતની રજુઆતો અંગે કલેકટરશ્રીના માર્ગદર્શન અનુસાર ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી.

જે તપાસમાં જણાયેલ હકીકતોને ધ્યાને લઇ સરકારી ખુલ્લી જમીનો પરના આવા દબાણદારો પાસેથી જાણવા મળેલ વિગતો મુજબ કેટલાંક અસામાજિક વ્યક્તિઓ દ્વારા સ્ટેમ્પ પેપર ઉપર, કાગળ ઉપર કે અન્ય રીતે સરકારી જમીનના વેચાણ વ્યવહાર કરતાં હોવાનું અને ગંભીર ગુનાહિત કૃત્ય કરતાં હોવાનું ધ્યાને આવેલ.

જેથી આવી શ્રી સરકારની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી બિન પરવાનગીએ ગેરકાયદેસર રીતે દબાણ કરી અનઅધિકૃત બાંધકામ કરી શ્રી સરકાર જમીન સંબંધે અપપ્રમાણીકપણે કપટપૂર્વક ખોટા વેચાણ દસ્તાવેજ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી શ્રી સરકારની જમીનને ગેરકાયદેસર રીતે વેચાણ કરીને શ્રી સરકારને નુકશાન, ઠગાઇ તથા છેતરપીંડી કરી ગુન્હો તથા મદદગારી કરતાં ઇસમો સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજી.નં.૧૦/૨૦૧૮ થી ૨૧/૨૦૧૮ સુધી કુલ-૧૨ (બાર) પોલીસ ફરીયાદો તા.૩૧/૧/૨૦૧૮ના રોજ સરકાર પક્ષે મામલતદારશ્રી દાંતાએ દાખલ કરી આવા ગુનાહિત તત્વોને નશ્યત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here