કોંગ્રેસના MLA લલિત વસોયા જળસમાધિ લે તે પહેલાં પોલીસે કરી અટકાયત

0
118
Advertisement
Loading...

ભાદર નદીમાં પ્રદુષિત પાણી મુદ્દે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા જળસમાધિ કરે તે અગાઉ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તે સિવાય પાટીદાર નેતા હાર્દિક પટેલની અટકાયત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિ લે તે પહેલા જણાવ્યું હતું કે, હું નિયત સમયે જ સમાધિ લઈશ. આ અંગે સરકારમાંથી એક પણ અધિકારી મળવા માટે આવ્યા નથી. સમાધિની જગ્યાએ લોકોના ટોળાં ઉમટી પડ્યાં છે.

નોધનીય છે કે ધોરાજીના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા લાખો લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેમિકલના કારણે ભાદરનું પાણી ઝેરીલું બની ગયું છે. જેના કારણે લોકોના સ્વસ્થ પર અસર થઈ રહી છે. આ મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મેદાનમાં આવ્યા છે. ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધીની ચિમકી ઉચ્ચારી છે.

જળસમાધિ પહેલા લલિત વસોયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, કેટલીક કંપનીએ દ્વારા ડેમમાં પાણી છોડવામાં આવે છે. જેના કારણે ખેડૂતો આ પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરી શકતા નથી. સાથે જ આ પાણીના કારણે સ્થાનિકોને ચામડીના રોગ પણ થયા છે. ચામડીના રોગના કારણે સ્થાનિકોને હાલાકીનોસામનો કરવો પડી રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here