યુવતીએ અમદાવાદી યુવકની માગી લિફ્ટ પછી ઘરે લઈ જઈને શું થયું, જાણો વિગત

0
443
Advertisement
Loading...

કલોલમાં હાઇ-વે પર વાહન ચાલકો પાસે લીફ્ટ માંગીને પ્રેમજાળમાં ફસાવીને લૂંટી લેવાનાં બનાવો ભુતકાળમાં પણ સામે આવી ચુક્યા છે. ત્યારે થોડા દિવસ પુર્વે ચાંદખેડાનાં આધેડ પાસે બાળક તેડીને ઉભેલી મહિલાએ લીફ્ટ માંગીને તેમનાં ઘરે લઈ ગઈ હતી.

જ્યાં 4 શખ્સોએ પટ્ટાથી આધેડને માર માર્યા બાદ છરીની અણીએ કપડાં ઉતરાવીને મહિલા પાસે બેસાડીને ફોટા-વીડિયો ઉતારી લઈને રોકડ તથા દાગીનાં પડાવી લીધા હતા. ફોટા વાઈરલ કરવાની તથા બળાત્કારની ફરીયાદની ધમકી આપીને રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. કલોલ પોલીસને ફરીયાદ આપતા આ ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી.

અમદાવાદનાં ચાંદખેડાનાં રહેતા રૂષભકુમાર શાહ થોડા દિવસો પુર્વે કલોલ હાઇ-વે પરથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાળક સાથે ઉભેલી એક મહિલાએ દયામણા ચહેરે બાળક સાથે એકલી હોવાનું જણાવીને ઘરે મુકી જવા વિનંતી કરીને લીફ્ટ માંગી હતી. રૂષભભાઇ કરણાનાં ભાવે આ મહિલાને તેમનાં ઘર સુધી મુકવા જતા મદદનાં બદલામાં ઘરે આવવા આગ્રહ કર્યો હતો.

રૂષભભાઇ ઘરમાં જતાં ત્યાં અન્ય એક મહિલા પણ હાજર હતી. રૂષભભાઇ બેઠા હતા ત્યારે બીજા 4 ઇસમો ઘરમાં આવી ગયા હતા અને રૂષભભાઇ કંઈ સમજે તે પહેલા પટ્ટાથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. એક શખ્સે છરી બતાવીને કપડાં કઢાવીને બે સ્ત્રીઓને પાસે બેસાડીને છરીની અણીએ અશ્લીલ હરકતો કરાવીને મોબાઇલમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી લીધી હતી.

આ ટોળકીએ રૂષભભાઇ પાસેથી રૂપિયા 12,500ની રોકડ તથા રૂપિયા 42 હજારની કિંમતનું સોનાના બે પેડલ પડાવી લીધા હતાં. પુર્વ આયોજીત કાવતરા પ્રમાણે આ શખ્સોએ રૂષભભાઇને ફસાવ્યા બાદ મોબાઈલમાં પાડેલા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની તથા બળાત્કારની ફરીયાદ કરવાની ધમકી આપીને રૂપિયા 5 લાખની માંગણી કરતા રૂષભભાઇ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

રૂષભભાઇ આ શખ્સોને પૈસા આપવાની બાંહેધરી આપીને નિકળ્યા બાદ પોલીસને જાણ કરીને ફરીયાદ આપી હતી. કલોલ શહેર પીઆઇ એન આર પટેલ પીએસઆઇ એ એસ ખોખરને સુચના આપીને તેમની ટીમ સાથે કામે લગાડીને સર્વેલન્સ સ્ટાફને પણ કામગીરી સોંપી દીધી હતી.

પોલીસે આ દિશામાં સઘન મહેનત કરીને આરોપી રમીલા રતિલાલ સોલંકી (રહે સિદ્ધરાજ સોસાયટી, આરસોડીયા, કલોલ) સજનબેન ભેરૂસીંગ સિસોદીયા (રહે સોમનાથનગર સોસાયટી, કલ્યાણપુરા કલોલ) તથા અજયસિંહ અજીતસિંહ ચાવડા (રહે શિવ રેસીડેન્સી, કલ્યાણપુરા, કલોલ)ને ઝડપી લઈને રૂષભભાઇ પાસેથી પડાવી લીધેલો તમામ મુદ્દામાલ રીક્વર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here