જુઓ તસવીરોમાં 700 લોકોની રસોઇ બનાવી, પણ કોઇના ગળે કોળિયો ન ઉતર્યો

0
3779
Advertisement
Loading...

રાજકોટ-ભાવનગર હાઈવે પર રંઘોળા નજીક જાનૈયાઓના બસને થયેલા અકસ્માતને કારણે રાજ્યભરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કુલ 31 લોકોનો ભોગ લેનાર આ અકસ્માતની ચર્ચા ચારેકોર ચાલી હતી.લગ્ન જેવો મંગળ પ્રસંગ માતમમાં ફેલાઈ ગયો હતો. અમગંળ પ્રસંગ બન્યો હતો, તેમ છતાં પરંપરા મુજબ લગ્ન તો થયા, પંરતુ બધાના ચહેરા પર માતમ સ્પષ્ટ દેખાતો હતો. પરંતુ સૌથી ખરાબ હાલત વરરાજાની બની હતી.

અનિડા ગામનો ચુંવાડીયા કોળી સમાજનો વિજય પરણવા તો નીકળ્યો હતો, પણ અકસ્માતને પગલે તેની લગ્નવિધી પણ ફટાફટ આટોપી લેવાઈ હતી. જે યુવકના સવારે લગ્ન થયા હતા, તેને સાંજે પોતાના જ પરિવારજનોની અર્થીને કાંધ આપવા પડ્યા હતા.

આ લગ્ન પ્રસંગે આશરે 700 માણસો માટેના જમણવાર સહિતની તૈયારીઓ પણ કરી નંખાઈ હતી. પરંતુ કાળજુ હચમચાવી મૂકે તેવી કુદરતની ક્રૂર થપાટ સામે અવાચક બની ગયેલા વર વધુ તથા લગ્નોત્સુક પરિવારના હૈયાફાટ આક્રંદને ગ્રામજનો તથા અગ્રણીઓ દ્વારા દિલાસો પાઠવી લગ્ન નિમિત્તે કરવામાં આવેલી તૈયારીઓ અને મહેમાનોને ભારે હૈયે વિદાય આપી આટોપી લેવાઇ હતી.

અનિડા ગામનો કોળી સમાજનો યુવક વિજયના લગ્ન ગઈકાલે લેવાયા હતા. જેની જાનની સવારે 7.30 કલાકે રંઘોળા પાસે અકસ્માત નડ્યો હતો. સાંજે અનીડા ગામના 17 લોકોના મૃત દેહની અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે સમગ્ર ગામ હૈયાફાટ રુદન કરી રહ્યું હતું. તમામ મૃતકોને તેમના રીતી રીવાજ મુજબ દફન વિધિ કરવામાં આવી હતી. જે માટે તંત્ર દ્વારા અગાઉથી જે.સી.બી તૈયારી કરી લેવામાં આવી હતી અંતિમવિધિમાં ભાગ લેવા આસપાસના ગામોથી લોકો અહીં ઉમટ્યા હતા.

કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા. વરરાજાના માતા-પિતા અને બહેન સહિતના લોકો આ ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા હતા..

ગામમાં મંગળફેરા ફરી પાછા ફરેલા વરરાજાએ હૃદય પર પથ્થર મુકી એક સાથે ત્રણ અરથીઓને કાંધ આપવાની કમભાગી ઘડીનો સામનો કરવાનો વારો આવ્યો હતો

ભારે હૈયે અનિડા ગામમાં મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જે ગામમાં વહેલી સવાર સુધી લગ્નના ગીતો ગવાતા હતા. ત્યાં સાંજ પડતા મરશીયા ગવાતા હતા. કુલ 31 મૃતકોમાંથી અડધોઅડધ મૃતકો અનિડા ગામના રહેવાસી હતા. તેમના મૃતદેહો લવાતા ગામમાં રોકકળ શરૂ થઈ ગઈ હતી. કોણ કોને સધિયારો આપે તેવી સ્થિતિ પેદા થતા ગામજનો નસીબને કોસી રહ્યા હતા.

નાનકડા ટાટમ ગામ તથા લગ્નોત્સુક પરિવાર અને સાજન માજનમાં ભારે સોંપા વચ્ચે ગમગીન વાતાવરણ બન્યું હતુ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here