પાટીદારોને ભાજપા તરફ લાવવા રૂપાણી રાંધવા ગયા કંસાર……પણ થઇ ગઈ થુલી!!?

0
224
Advertisement
Loading...

રાજ્યની રૂપાણી સરકારે ૨૦૧૯ ને નજરમાં રાખવા સાથે પાટીદાર આંદોલનને વેરવિખેર કરી નાખવા વિવિધ એક્શન લેવા તરફ જઈ રહી છે ત્યારે પાટીદારોને પુન: ભાજપા તરફ ખેંચી લાવવા જે પ્રકારે લાપસી તૈયાર કરી તે થુલી થઇ ગઈ છે અને પાટીદાર સિવાયના અન્ય સમાજો પણ ભાજપા સરકારથી નારાજ થઇ ગયા છે.તો પાટીદારો સરકારમાં 10 લાખ પાટીદારોને નોકરી આપવાની રૂપાણીની જાહેરાતને “લોલીપોપ” માને છે.

દેશમાં ૨૦૧૯માં આવનારી લોકસભા ચુનણીમાં ગુજરાતમાં પાટીદારો તાજેતરની યોજાઈ ગયેલ વિધાનસભા ચુંટણી જેવા પરિણામો ન આપે અને પાટીદાર આંદોલન વેરવિખેર થઇ જાય તેવા પ્રયત્નો રૂપાણી સરકારે શરૂ કર્યા છે. હાલ તો રાજ્યમાં પાટીદાર અનામત સહિતના વિવિધ આંદોલનો ઠરી ગયાનું લાગે છે તે પણ એ આંદોલન રાખ નીચે ઢંકાયેલો અગ્નિ છે તે ક્યારે હવા લાગતા ભભૂકી ઉઠે તે નિશ્વિત નથી પણ હવે એક નવા આંદોલનની તૈયારી શરૂ થવા લાગી છે એ છે “EVM” નાબુદ કરી તેના સ્થાને પુન:”બેલેટ” પેપર ચૂંટણીઓ યોજવા માટે ગુજરાત સહીત દેશભરમાં આંદોલન શરૂ કરવાનું છે. જેમાં કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષો પણ આ આંદોલનમાં જોડાય તેવા પ્રયત્નો શરૂ થઇ ગયા છે. જોકે જે દેશો આ “EVM” મશીનના પ્રણેતા અને ઉત્પાદન કરતા હતા તે અમેરિકા, ઈંગ્લેંડ, જાપાન સહિતના કેટલાક દેશો તેમાં ગરબડી થઇ શકે છે તે જાણીને તેનો ઉપયોગ કરતા નથી.

ખેર દરમ્યાન રાજ્યમાં પાટીદારોના મનામણા કરવા રાજ્ય સરકાર પોતે જ કાર્યક્રમ યોજવો જોઈએ તે કાર્યક્રમ “પાટીદાર બીઝનેસ સમિટ” ખાનગી એજન્સી દ્વારા યોજવામાં આવ્યો જેમાં તટસ્થ મીડીયાને કાર્યક્રમથી દૂર રાખવા મીડિયા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત રાખ્યું હતું. જેથી અનેક મીડીયા પર્સન આ કાર્યક્રમને કવરેજ કરી શક્યા ન હતા.

આ “પાટીદાર બીઝનેસ સમિટનું” ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું હતું જેમાં ઉપ મુખ્યમત્રી નીતિન પટેલ ભાજપા,પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ પોતાના ઉદઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે “રાજ્યના 10 લાખ પાટીદારોને પોલીસથી લઈને ઉચ્ચ અધિકારી” તરીકે નોકરીઓ આપવામાં આવશે. અને આ બાબતે જ રૂપાણી “કરવા ગયા કંસાર અને થઇ ગઈ થુલી” જેવો ઘાટ ઘડાઈ ગયો હતો. કારણ કે રાજ્યભરમાં ૪૪ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડે છે. તો 10 લાખ પૈકી બાકીના પાટીદારોને નોકરી ક્યાથી મળશે? ઉપરાંત પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજમાં આ જાહેરાતના ખોટા પડઘા પડ્યા છે તેઓ સવાલ કરે છે કે શું માત્ર પાટીદારોને જ નોકરી આ સરકાર આપશે? અન્ય સમાજ ક્યા જશે? અને આ બાબતે રાજ્યના દરેક સમાજોમાં આક્રોશ ઉદભવવા પામ્યો છે. તો બીજી તરફ પાટીદાર યુવાનો રૂપાણીની આ 10 લાખ પાટીદારોને નોકરી આપવાની વાતેને એક નવી લોલીપોપ માની રહ્યા છે. એટલે પાટીદારોને ભાજપા તરફ ખેંચવા જવાની યોજનામાં રૂપાણી પોતાના નિવેદનમાં થાપ ખાઈ ગયા છે તે એક હકીકત છે. જોઈએ સમય બતાવશે પાટીદાર સહિતના અન્ય સમાજો કઇ તરફ જઈ રહ્યા છે..!!!. (GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here