અમદાવાદ: SG હાઈવે પર AC બસમાં આગ લાગી, હાઈવે પર થયો ટ્રાફિકજામ જાણો કારણ

0
293
Advertisement
Loading...

આજે અમદાવનાદના એસજી હાઈવે પર આવેલ કર્ણાવતી ક્લબ પાસે એસજી હાઈવેથી એરપોર્ટ સુધી ચાલતી એસી બસમાં અચાનક જ આગ લાગી હતી. બસમાં આગ લાગી ત્યારે કોઈ તેમાં સવાર ન હોવાથી સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. એરપોર્ટથી આવેલી બસ કર્ણાવતી ક્લબ પાસે ઉભી હતી ત્યારે તેમાં આગ લાગી હતી.

એસી બસમાં અચાનક આગ કેમ લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે, પ્રાથમિક અંદાજ અનુસાર, ઓવર હિટિંગ અથવા તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે તેવું લોકો દ્વારા ચર્ચા ચાલી રહી હતી.

બસમાં અચાનક જ એટલી તીવ્રતાથી આગ ભડકી ઉઠી હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ સમગ્ર બસ ભડભડ સળગવા લાગી હતી. બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

એસી બસમાં આમ તો આગ લાગે ત્યારે તેને બુઝાવવાની સુવિધા પણ છે, પરંતુ ફાયર સેફ્ટીનો ઉપયોગ કરાય તે પહેલા સમગ્ર બસમાં આગ ફેલાઈ ગઈ હતી. જ્યારે એસજી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

એરપોર્ટ શટલ સર્વિસનું સંચાલન એએમટીએસ દ્વારા કરવામાં આવે છે. દર અડધો કલાકે શહેરીજનોને એરપોર્ટ જવા બસ મળી રહે તે માટે આ બસને શરુ કરવામાં આવી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here